આગળ પણ ઘણી ફિલ્મો સાથે આવું થઈ ચુક્યું છે, તૂફાનમાં ફરહાન એક બોક્સરની ભૂમિકામાં જોવા મળે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૭
બોલીવૂડની ફિલ્મો છેલ્લા ઘણા સમયથી પાઈરસીનો શિકાર થઈ રહી છે. ફિલ્મો રિલીઝ થતાંની સાથે જ કલાકોની અંદર અનેક ઈલીગલ વેબસાઈટો પર મુકાઈ જાય છે. ફરહાન અખ્તરની તૂફાન Amazon Prime પર રિલીઝ થઈ. તેવામાં ફિલ્મ જોવા માટે કેટલાક લોકો ઉત્સાહિત હતા. ત્યારે ફિલ્મના મેકર્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ફિલ્મ રિલીઝ થયાના કલાકોમાં જ ઈલીલગ વેબસાઈટ પર ફિલ્મ લીક થઈ હતી. ત્યારબાદ, કેટલીક વેબસાઈટો પરથી આ ફિલ્મ ડાઉનલોડ કરવામાં આવી રહી છે. જોકે, આ પ્રથમવાર નથી કે કોઈ ફિલ્મ આવી રીતે પ્રથમવાર રિલીઝ થતા જ લીક થઈ હોય. આગળ પણ ઘણી બધી સારી ફિલ્મો સાથે આવું થઈ ચુક્યું છે. તૂફાનમાં ફરહાન અખ્તર એક બોક્સરની ભૂમિકામાં જોવા મળે છે. જેને પરેશ રાવલ ટ્રેન કરતા હોય છે અને ફિલ્મમાં પરેશ રાવલની દિકરી દર્શવવામાં આવેલી મૃણાલ સિંહ સાથે ફરહાનને પ્રેમ થાય છે. ફરહાન અખ્તરની ફિલ્મ તૂફાનTamilrockers, Telegram, Movierulz જેવી વેબસાઈટ પર લીક થઈ ચુકી છે. જ્યાંથી લોકો આ ફિલ્મ મફતમાં ડાઉન્લોડ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ફરહાનની ગલ્લીના ગુંડાથી રિંગના કિંગની સુધીની સ્ટોરી દર્શાવવામાં આવી છે.