ફિલ્મના એક દ્રશ્યના શૂટિંગ વખતે અભિનેતા દલિપ તાહિલે જયા પ્રદાને એકદમ કસીને પકડી લીધી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૭
હિન્દી સિનેમા જગતની અભિનેત્રી જયા પ્રદાની બોલીવુડ કરિયર ટૂંકી રહી છે પરંતુ ૧૯૮૪માં તે ટોપ અભિનેત્રીમાં ગણાતી હતી. ફિલ્મ મવાલી, તોહફા, ઔલાદ જયાની કરિયરમાં માઈલ સ્ટોન સાબિત થઈ. તમને કદાચ ખબર નહીં હોય પરંતુ જયા પ્રદાનો સાચુ નામ લલિતા રાની છે. ફિલ્મોમાં આવ્યા બાદ લલિતા રાની ક્યારે જયા પ્રદા બનીને સફળ થઈ ગઈ તે કોઈને ખબર ન પડી. પોતાની ફિલ્મી કરિયરના સફરમાં જયાએ તે વખતે એક એવા સમયમાંથી પસાર થવું પડ્યું હતું જે તેના માટે યાતના બની ગઈ હતી. તેના એક સહ કલાકારને તેણે લાફો પણ મારવો પડ્યો હતો. વાત જાણે એમ છે કે ફિલ્મના એક દ્રશ્યના શૂટિંગ વખતે આ અભિનેતાએ જયા પ્રદાને એકદમ કસીને પકડી લીધી હતી. પોતાને આ અભિનેતાની ચૂંગલમાંથી છોડાવવા માટે જયા પ્રદાએ તેને સેટ પર જોરદાર થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાથી ત્યાં હાજર લોકો સ્તબંધ થઈ ગયા હતા. આ ઘટના બાદ ઘણા સમય સુધી શૂટિંગ અટકી પડ્યું હતું. જે અભિનેતાને જયા પ્રદાએ સટાક દઈને લાફો મારી દીધો હતો તે બીજુ કોઈ નહીં પરંતુ એક સમયના જાણીતા દિગ્ગજ અભિનેતા દલિપ તાહિલ છે. અત્રે જણાવવાનું કે જયા પ્રદાના અંગત જીવનમાં પણ ખુબ વિવાદ રહ્યો છે. ૧૯૮૬માં તેણે શ્રીકાંત નાહટા સાથે લગ્ન કર્યા હતા. જયા શ્રીકાંતની બીજી પત્ની બની. પહેલી પત્નીથી તલાક લઈને શ્રીકાંતે જયા પ્રદા સાથે લગ્ન કર્યા. જેને લઈને ખુબ વિવાદ સર્જાયો હતો.