ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂપિયા ૧૦૦ને પાર, ડીઝલના રુ. ૯૮.૩૮ થતાં લોકોને મુશ્કેલી

784

જિલ્લામાં ૧૬૦થી વધુ પેટ્રોલ પંપ આવેલા છે ભાવ વધારાને લઇને મધ્યમ અને ગરીબ લોકોને મુશ્કેલી
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમા ભારે વધારો થવા પામ્યો છે. ભાવનગર શહેરમાં આજે પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦.૨૨ પૈસા પર પહોંચ્યો છે. જ્યારે ડીઝલનો ભાવ રૂ. ૯૮.૩૮ પૈસા પર પહોંચ્યો છે.

ભાવનગર જિલ્લામાં ૧૬૦થી વધુ પેટ્રોલ પંપ આવેલા છે અને દરરોજ લાખો લીટર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે.ભાવનગરમાં પેટ્રોલે સદી ફટકારી છે. આજે ભાવનગરમાં પેટ્રોલના ભાવ રૂ. ૧૦૦.૨૩ થઈ ગયા છે. ત્યારે હવે પેટ્રોલ ડીઝલના ભાવો વધવાના કારણે લોકોને ભારે મુશ્કેલી વધી રહી છે. દિનપ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે. ત્યારે આજે ભાવનગરમાં પેટ્રોલ સદી પુરી કરી છે. આજે ભાવનગરમાં પેટ્રોલનો ભાવ ૧૦૦.૨૩ રૂપિયા થઈ ગયો છે. જોકે, પેટ્રોલ અને ડિઝલમાં વધતા જતા ભાવોને લઈને હવે આમ જનતાને જીવવું મુશ્કેલ બની ગયું છે. પેટ્રોલ ડીઝલના ભાવો વધતા જીવન જરૂરી વાસ્તુના પણ ભાવો વધી રહ્યા છે ત્યારે લોકોને ફરી સાયકલ યુગ તરફ વળ્યાં હોય તેમ લાગે છે. ત્યારે હવે લોકો ફરી સાયકલ યુગ પાછા વળશે.ડીઝલના વધતા જતા ભાવોને લઇને હવે ટ્રાવેલ્સ સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે, જે પ્રમાણે ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને લઈને ટ્રાવલસ કેમ ચલાવવી તે પણ એક સવાલ ઉભો થયો છે. લોકડાઉન અને કોરોના કાળમાં ટ્રાવેલ્સ બંધ હતી પરંતુ હવે જ્યારે ટ્રાવેલ્સ શરૂ થઇ છે એવા સંજોગોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે,ભાવનગર જિલ્લામાં પેટ્રોલના ભાવો વધતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોનું કહેવું છે કે, સરકાર પેટ્રોલના ભાવ નિયંત્રણમા લાવે નહિતર મોંઘવારી માજા મુકશે અને વર્તમાન સમયમાં કોરોનાના કારણે લોકો મુશ્કેલી અનુભવે છે. નાના ગરીબ વર્ગના લોકોને જીવન જીવવું ખુબ જ મુશ્કેલ બન્યું છે.

Previous articleભાવનગર જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા રુપિયા ૧૯ લાખના દારૂનો નાશ કરાયો
Next articleપ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા માતા માટે તપાસણી કેમ્પ યોજાયો