પીર એ તરીકત,વકીલે આલે રસુલીલ્લાહ સ.અ.વ,ફકીરે દર એ ફાતિમાઝહરા સ.અ, ગૂલામાને ગૌશોખ્વાઝા ઔલાદે બંદાનવાઝ ગેસૂદરાઝ અ.ર સૈયદકાઝી મો.રફીકબાવા ઉસ્માનીચિશ્તી,નીઝામી,તાજી,કલઁદરી,અલહુસૈની (લીમડાવાલા)ની સર પરસ્તીમાં સતત આઠમાવર્ષે (૨૦૧૧-૨૦૧૮) શાનો શૌકત સાથે જશ્ને મૌલા અલી ક.વ.ક ની શાનદાર ઉજવણી રોશની યંગ સર્કલ દ્વારા કરવામાં આવી હતી.
બોડેલી શહેરના યુવાનોમાં લોકપ્રિય અને મુહીબ્બાને એહલેબૈત મોહમ્મદ અનવરખાન પઠાણ,ઇલિયાસ બારોટ, મોહસીન પઠાણ,ઈસ્માઈલ કુરેશી,શોયેબ મન્સુરી, મોહસીન સરપંચ,આબિદ દાદા અને સેંકડો યુવાનોનો સમૂહ રોશની યંગ સર્કલ દ્વારા વિવિધ પ્રકારે ઉજવાતા જશ્ને મૌલા અલી ક.વ.ક પ્રસંગે સતત બીજા વર્ષે પણ પીરએ તરીકત,ઔલાદે ખ્વાઝા ગરીબ નવાઝ અ.ર, મુકરીરે હક્કે એહલેબૈત, અલ્લામા સૈયદ શાહ નીઝામુદ્દીનબાવા ઉસ્માનીચિશ્તી,નીઝામી, તાજી, કલંદરી અલ હુસૈની બડે બાવા સાહેબ ની ઝેરે સરપરસ્તી માં “મેહ્ફીલે સીમા” અને ન્યાઝે ઇમામેમૌલા અલી ક.વ.ક નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ક્વ્વાલ”મૌલાઈ અનીસ નવાબ પઁજતની”દ્વારા સંગીત સાથે ક્વ્વાલી ના માધ્યમ દ્વારા મૌલા અલી અલયહિસ્સલામ ને સૂરીલી રૂહાનીયત થી ભરપૂર મેહફીલમાં અકીદતના શ્રધ્ધા સુમન અર્પણ કરી ઉપશ્થીત વિશાળ જનમેદનીએ ધન્યતા અને દિવ્યતા નો અનુભવ કર્યો હતો. ગુજરાતના વિવિધ શહેરોમાંથી ખાસ રોશની યંગ સર્કલ અને સૈયદકાઝી મોહમ્મદ રફીક બાવા ઉસ્માનીચિશ્તી નીઝામી,તાજી, કલઁદરી અલહુસૈની (લીમડાવાલા)ના “મૌલાઈ મિશન”ને મજબુત બનાવવા માટે એહલે હક પંજતની ખાનકાહી સજ્જાદાનશીનોં …માં વિશેષ ઉપસ્થિત સૈયદ રીજવાન હુસૈન કાદરી રોકી બાવા સાહેબ તથા ઝુલ્ફીકારે હૈદરી સૈયદ શાહ દાદાબાપુ કાદરી ચિશ્તી કલઁદરી, સૈયદ શબ્બીર અલીબાવા, મુજફ્ફરઅલી બાવા, સૈયદ મોઈનુદ્દીન કાદરી પીરજાદા તમંચે વાલે બાવા,સૈયદ ઈર્શાદ બાપુ બુખારી, સૈયદકાઝી આરિફબાપુ,સૈયદ શહેરકાઝી લાઠી ઇબ્રાહીમમિયાં અલિમિઁયા બાપુ સાથે અજીમુશાન ઔલાદે એહલેબૈત ઉપસ્થિત રહયા હતા વિશેષ આમંત્રિત સજ્જાદાનશીનોં ઉપસ્થિત રહી શક્યા ન હતા તે બધાંજ સજ્જાદાનશીનોં એ પોતાની ખાનકાહૌ થી દુવા એ ખાસ મૌલાઈ મિશન રોશની યંગ સર્કલ અને બોડેલી ના યુવાનો માટે કરી હતી, આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગુજરાત ની તમામ પઁજતની ખાનકાહૉ નો મજબૂત સહયોગ વર્ષો થી પ્રાપ્ત થઈ રહયો છે રોશની યંગ સર્કલ દ્વારા ગુજરાત ના તમામ પઁજતની ઓ વતી રોશની યંગ સર્કલ ના મોહમ્મદ અનવરખાન પઠાણ દ્વારા આભાર વ્યક્ત કરવા માં આવ્યો હતો.