(જી.એન.એસ.)યુએન,તા.૧૭
ભારતમાં યુએનએસસીમાં પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ શુક્રવારના રોજ યુએનએસસીની બેઠકમાં કહ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યાની આકરી નિંદા કરે છે. તેમણે સશસ્ત્ર સંઘર્ષની સ્થિતિમાં માનવીય કાર્યકર્તાઓની વિરૂદ્ધ હિંસા પર ગંભીર ચિંતા વ્યકત કરી.
દાનિશ પાકિસ્તાન બોર્ડર પર સ્પિન બોલ્ડર વિસ્તારમાં તાલિબાન અને અફઘાન ફોર્સીસની વચ્ચે થયેલા યુદ્ધને કવર કરી રહ્યા હતા. આ દરમ્યાન તેમને હમ્વી પર તાલિબાને આરપીજીથી કમ સે કમ ત્રણ વખત હુમલો કર્યો. કહેવાય છે દાનિશ ખરાબ રીતે ઘાયલ થયા હતા ત્યારબાદ તેમનું મોત થયું. તાલિબાને તેમના મૃતદેહને ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસને સોંપી દીધો. જ્યાંથી તેમને ભારત લાવવાની તૈયારી કરાય રહી છે. શ્રૃંગલાએ કહ્યું કે અમે અફઘાનિસ્તાનના કંદહારમાં રિપોર્ટિંગ એસાઇનમેંટ પર ગયેલા ભારતીય ફોટો પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યાની નિંદા કરીએ છીએ. હું તેમના શોક સંતપ્ત પરિવારના પ્રત્યે મારી ઉંડી સંવેદના છે. માનવીય કાયદાના સિદ્ધાંતો માટે આધુનિક માનવીય ન્યાયશાસ્ત્રના વિકસિત થયાના ખૂબ પહેલાં ભારતમાં આ અસ્તિત્વમાં હતા. ભારતે ધર્મ કે ધાર્મિક આચરણના માર્ગનું અનુસરણ કર્યું છે અને સદીઓથી સતાવતા લોકોને શરણ આપ્યું છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના કાર્યલમાં આંતરરાષ્ટ્રીય સંબંધો અને ક્ષેત્રીય સહયોગના પ્રમુખ અહમદ શુજા જમાલે દાનિશના મૃત્યુ પર શોક વ્યકત કર્યો અને ઝડપથી દાનિશના મૃતદેહને ભારત લાવવાનું આશ્વાસન આપ્યું. અફઘાનિસ્તાનના ટોચના અધિકારીએ કહ્યું કે વિસ્તાર હવ અફઘાનિસ્તાન સરકારના કબજામાં છે. અફઘાનિસ્તાનના સૈનિકોએ સ્પિન બોલ્ડ વિસ્તારથી તાલિબાનીઓને ખદેડી નાંખ્યા છે. મારી એ જ ઇચ્છા છે કે કાશ દાનિશ જીતનો આ લમ્હા જોઇ શકયા હોત.