આજરોજ ભાવનગરપરા વર્કશોપ (બ્રોડગેજ)ને વેસ્ટર્ન રેલ્વેમાં સર્વશ્રેષ્ઠ વર્કશોપનો શિલ્ડ પ્રાપ્ત થતા અને શિલ્ડ સાથે સીડબલ્યુએમ ભાવનગર વિજય વર્ગીયાને પણ વ્યક્તિગત તૌર પર જીએમનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આજ રોજ બાન્દ્રા ટ્રેઈન દ્વારા સીડબલ્યુએમ-ભાવનગર વર્કશોપ અને તેમની સિનિયર સેક્શન એન્જીનિયરોની ટીમ સાથે મુંબઈથી ભાવનગર આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ભાવનગર વર્કશોપના તમામ ઓફિસરો, સુપરવાઈઝરો અને કામદારો દ્વારા આનંદ સાથે વર્કશોપમાં શિલ્ડ સાથે સરઘસ કાઢવામાં આવેલ. પ્રથમ નંબરનો શિલ્ડ વે. રેલ્વેમાં પ્રાપ્ત થતા વર્કશોપના તમામ કર્મચારીઓમાં આનંદનું મોજુ ફરી વળેલ છે.