દરરોજ સાંજ ઢળતાની સાથે શહેરના હાર્દ વિસ્તાર ઘોઘાગેટ પાસે ટ્રાફીક સમસ્યાનો પ્રશ્ન પેચીદો બને છે. વાહન પાર્કિંગ અર્થે જગ્યાનો અભાવ અને ટ્રાફીક નિયમન અર્થે ફરજ પર મોજુદ ટ્રાફીક પોલીસ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો મોબાઈલ ફોન તથા પાન-મસાલામાં વ્યસ્ત બની સમય પસાર કરે છે. જેને લઈને ઢળતી સાંજે ભારે ટ્રાફીકના કારણે પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બને છે.