(જી.એન.એસ)કોલંબો,તા.૧૭
શ્રીલંકાએ ભારત સામેની વન ડે અને ટી-૨૦ શ્રેણી માટે શનાકાની આગેવાની હેઠળની ૨૪ ખેલાડીઓની ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકાનો નિયમિત કેપ્ટન કુસલ પરેરા ખભાની ઈજાના કારણે ભારત સામેની શ્રેણી ગુમાવશે, તેના સ્થાને શનાકા જવાબદારી સંભાળશે. શ્રીલંકાએ છેલ્લા ચાર વર્ષમાં વ્હાઈટ બોલના ફોર્મેટમાં છઠ્ઠા કેપ્ટનને તક આપી છે. ધનંજયા ડિ સિલ્વાને વાઈસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીની પ્રથમ વનડે ૧૮મી જુલાઈએ રમાશે. ચાલુ મહિનાના પ્રારંભે જ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે કરાર ભંગ બદલ રાજપક્ષેને સજા ફટકારી હતી. તેને ભારત સામેની વન ડે શ્રેણી માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કેટલાક ટોચના ખેલાડીઓની ગેરહાજરીમાં શ્રીલંકાએ અનકેપ્ડ બેટસમેન લાહિરુ ઉદાના અને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ઈશાન જયાસુર્યાને પણ ટીમમાં તક આપવામાં આવી છે.ન્યૂ લૂક ટીમમાં ધનંજયા ડી સિલ્વા, આવિષ્કા ફર્નાન્ડો અને ઉદાના જેવા સીનિયર અને અનુભવી ખેલાડીઓ છે.
શ્રીલંકાની ટીમઃ-શનાકા (કેપ્ટન), ધનંજયા (વાઈસ કેપ્ટન), આવિષ્કા ફર્નાન્ડો, રાજપક્ષે, નિસાંકા, અસાલાન્કા, હસારંગા, બાન્દારા, ભાનુકા, ઉદાના, રમેશ મેન્ડિસ, ચામિકા કરૃણારત્ને, ચામીરા, સનદાકન, અકીલા ધનંજયા, શિરન ફર્નાન્ડો, લકશાન, ઈશાન જયાસુર્યા, જયાવિક્રમા, અસિથા ફર્નાન્ડો, રાજીથા, કુમારા, ઉદાના, બિનુરા ફર્નાન્ડો.