“કહ્યાંગ્રો કંથ” મેળવવા બાળાઓ આજથી પાંચ દિવસ સંયમ-નિયમ સાથે ધર્મપરાયણ રહેશે
આજે દેવપોઢી એકાદશી સાથે કુંવારી દિકરીઓ આદર્શ પતિ તથા પરિજનોની સુખાકારી અર્થે આજથી પાંચ દિવસનાં ગૌરી વ્રત(મોળાકત) ના વ્રત કરશે આ પાંચ દિવસ નાની બાળાઓ સંયમ-નિયમના ચુસ્ત આચરણ સાથે ઉપવાસી રહી ગૌરી માતાની પૂજા-અર્ચના ઓ કરશે.સામાન્યતઃ અષાઢ સુદ એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી આ એકાદશી સાથે ધાર્મિક શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ચાર મહિનાના ચાતુર્માસ ભગવાન શ્રીહરિ નારાયણ પાતાળ લોકમાં નિંદ્રામાં લીન રહે છે આથી આ ચાર માસ દરમ્યાન લગ્ન,વાસ્તુ,ઉપનયન સંસ્કાર સહિતના શુભાશુભ કાર્યો થઈ શકતાં નથી પરંતુ ધાર્મિક તહેવારો-ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે અને ધાર્મિક આસ્થાળુઓ પણ આજથી સાડાચાર માસનાં વિશેષ વ્રત-તપ નો પ્રારંભ કરે છે સન્યાસી ઓ પણ એક જ સ્થળે વાસ કરી ભગવાનની વિશેષ ભક્તિ-ભાવ માં લીન રહે છે ત્યારે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજથી નાની બાળાઓ ના ગૌરીવ્રત – મોળાકત નો પ્રારંભ થશે આજથી પાંચ દિવસ સુધી બાળાઓ એક ટાઈમ સ્વાદ વિનાનું ભોજન કરશે દરરોજ સવારે જુવારા સાથે બ્રાહ્મણો ના ઘરે અને શિવાલયોમાં પહોંચી ગૌરીમાતા ની પૂજા કરી સુર્ભિક્ષ ની કામના ઓ સાથે કહ્યાંગ્રા કંથ (મન પસંદ વર)ની યાચનાઓ કરશે હવે સમય સાથે વ્રત-તહેવારો માં પણ આધુનિકતા નરી આંખે જોવા મળી રહી છે થોડા વર્ષો પહેલાં બાળાઓ ઘરે જુવારા વાવી પાંચ દિવસ પૂજા-અર્ચના કરતી હતી પરંતુ આજકાલ તૈયાર જુવારાઓ મળે છે ગોરીયાદી માતૃકા-ગૌરીમાતા ની મૂર્તિ પણ ઉપલબ્ધ છે આથી એક જ મોહલ્લામા રહેતી બાળાઓ કોઈ એક જ સ્થળે એકઠી થઈ ને સમૂહમાં ગૌરી પુજા કરતી થઈ ગઈ છે…! હાલની કોરોનરી મહામારી તથા ઘેરી મંદીની વ્યાપક અસરો તહેવારો ઉપર પણ સ્પષ્ટ રૂપે વર્તાઈ રહી છે આ વ્રત સંદર્ભે બજારમાં ખર્ચ-ખરીદીનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે આમ છતાં “દિકરી વ્હાલ નો દરીયો” કહેવત મુજબ બાળાઓ ના પિતાઓ પોતાના કાળજાના કટકા સમાન દિકરીઓને વ્રત-પ્રસંગે જરા પણ ઓછું ન આવે એની પુરેપુરી કાળજી લઈ રહ્યાં છે.