ના.મુખ્યમંત્રી નિતિન પટેલ, મંત્રી વિભાવરીબેન સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે
શહેરના સરટી હોસ્પિટલ સ્થિત અધ્યતન મેડિકલ સાધનોથી સજ્જ કેન્સર હોસ્પિટલ નું રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી નિતીન પટેલ સહિતના ઓની ઉપસ્થિતમાં લોકાર્પણ કરવામાં આવશે. ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ના પાંચ થી વધુ શહેરનાં ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ કેન્સર હોસ્પિટલ નું નિર્માણ પૂર્ણ થયે ખાસ્સો સમય વિત્યો હોવા છતાં અને આ હોસ્પિટલમાં વિશ્વ ની આલા દરજ્જાની મેડિકલ ફેસીલીટી વસાવ્યા બાદ પણ દર્દીઓ માટે ખુલ્લી મુકવામાં આવી ન હતી જે સંદર્ભે રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે એ આ હોસ્પિટલના નિર્માણ થી લઈને લોકાર્પણ સુધી માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને અંતે આ હોસ્પિટલ ને દર્દીઓ માટે ખુલ્લી મુકવાનું મહૂર્ત આવ્યું છે તા,૨૦ જુલાઈ ને મંગળવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી તથા રાજ્ય ના આરોગ્ય મંત્રી નિતીન પટેલ સહિતના દિગ્ગજોની બહોળી ઉપસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી રૂપાણી આ હોસ્પિટલ નું લોકાર્પણ કરશે જે અંગે તડામાર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ભાવનગર શહેર ભાજપના નેતા ઓ હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અત્રે ઉલ્લેખનીય છેકે આ હોસ્પિટલ તૈયાર થયા બાદ લાંબા સમય સુધી પડતર પડી રહેતા લોકો માં નારાજગી પ્રવર્તી હતી આ હોસ્પિટલ કાર્યરત થયે ગિર સોમનાથ સુરેન્દ્રનગર, અમરેલી બોટાદ સહિતના શહેરોના ગરીબ દર્દીઓને બહુવિધ લાભો થશે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના ધક્કા ખાવા માથી મુક્તિ મળશે આ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે અધતન સાધનો વસાવવામાં આવ્યાં છે.
ડોમના ઈલેક્ટ્રીક વિભાગમાં આગ લાગી
મુખ્યમંત્રી રૂપાણી આવતી કાલે સવારે સર.ટી હોસ્પિટલ સ્થિત નવ નિર્મિત કેન્સર હોસ્પિટલ નું લોકાર્પણ કરવાનાં હોય આ કાર્યક્રમ ને લઈને હોસ્પિટલ ના પટાંગણમાં કાર્યક્રમ અન્વયે ડોમ બનાવવામાં આવ્યો છે જેમાં એસી ના કમ્પ્રેસર માં કોઈ અકળ કારણોસર આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી આવતી કાલની તૈયારીઓ કરતાં શ્રમિકો આગ ને નિહાળી જીવ બચાવવા દૌટ મૂકી હતી જોકે ઘટના સમયે સર.ટી હોસ્પિટલ ના પટાંગણમાં જ ફાયરબ્રિગેડના જવાનો પાણીનાં ટેન્કર સાથે મોજુદ હોય તેઓ તત્કાળ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પીજીવીસીએલ ને જાણ કરી વિજ પુરવઠો બંધ કરાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.