ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા પ્રેરિત અને પ્રોત્સાહીત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા પ્રતિ વર્ષ સંસ્કાર અને કલાનગરી ભાવનગરના જન્મદિવસની ભવ્ય અને યાદગાર કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ આવા જ ભવ્ય કાર્યક્રમો સાથે ગંગાજળીયા કાર્નિવલ-ર૦૧૮ની ઉજવણી તા.૧પ થી ૧૮ કૈલાસ વાટિકા બોરતળાવ ખાતે થશે. આ અંગેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. નવપલ્લિત થયેલ ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ભાવનગરનું નજરાણું બન્યુ છે ત્યારે આ સ્થળની ભાવેણાવાસીઓ મુલાકાત લે અને સાથે ભાવનગરના જન્મદિવસની ઉજવણીમાં પણ સામેલ થાય તે હેતુથી બોરતળાવની કૈલાસ વાટીકા ખાતે તા.૧૬ થી ૧૮ સાંસ્કૃતિક કાર્યકક્રરમો અને ઉજવણી થશે જયારે તા.૧પને રવિવારે બોરતળાવ ખાતે ડ્રોઈંગ કોમ્પીટીશન યોજાશે.
તા.૧પ એપ્રિલને રવિવારે ભાવેણા રંગોત્સવ-ર૦૧૮ કલાગુરૂ સ્વ.ખોડીદાસભાઈ પરમારને અર્પ્ણ કરીને આ ડ્રોઈંગ કોમ્પીટીશન યોજાશે જેમાં વિવિધ વિષયો પર ૮૦થી વધુ કલાકારો બોરતળાવની દિવાલો પર વિવિધ વિષયો પર ચિત્રો તૈયાર કરશે. તા.૧૬ને સોમવારે સાંજે ૭ કલાકે કૈલાસ વાટીકામાં તૈયાર કરાયેલ વિશાળ સ્ટેજ પર ગીત-સંગીત અને વેસ્ટર્ન ડાન્સનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.
લેઝર લાઈટીંગ, વિશાળ સ્ટેજ, રંગબેરંગી રૌશની, આતશબાજી, વિશાળ એલઈડી સ્ક્રીન, સહિતના આકર્ષણો સાથેના આ કાર્યક્રમોની શ્રૃંખલામાં બીજા દિવસે ભાવેણા નૃત્યોત્સવ-ર૦૧૮ યોજાશે. કલાગુરૂ સ્વ.ધરમશીભાઈ શાહને સમર્પિત આ કાર્યક્રમમાં માત્ર ભાવનગર જન હીં પરંતુ રાજયઅને રાષ્ટ્રીય સ્તરે નામના અને ખ્યાતિ ધરાવતી સંસ્થાઓ અને કલાકારો લોકનૃત્યો, સમુહનૃત્ય, માઈમ, સ્કીટ સહિતની કૃતિઓની જમાવટ કરશે. તા.૧૮ એપ્રિલને બુધવારે અખાત્રીજ એટલે કે ભાવનગરનો જન્મદિવસ ભાવેણા ભાવોત્સવ-ર૦૧૮ ઉજવાશે. આ કાર્યક્રમ ભાવનગરબના રાજકવિ સ્વ.પિંગળશીભાઈ ગઢવી (નારેલા)ને અર્પણ કરાયો છે. આ કાર્યક્રમમાં રાત્રે જાણીતા લોક ગાયક કલાકાર ‘મારી લાડલી’ અને ‘માડી મોગલ’ ફેઈમ કિર્તીદાન ગઢવી અને તેના સાથીદારો ભાવેણાવાસીઓને જલસો કરાવશે. આ ઉપરાંત ભાવનગરનું નામ રોશન કરનાર પ્રતિભાઓનું સન્માન, ભાવેણાના જન્મદિનનું કેક, કટીંગ, કેન્ડલ લાઈટીંગ તથા અન્ય કાર્યક્રમો પણ આ સાથે યોજાશે. આ દિવસે સવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પષ્પાંજલિ અર્પણ સહિતના કાર્યક્રમો પણ યોજાશે. તેમ આજે પત્રકાર પરિષદમાં ગિરીશભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.