ભાવનગર જિલ્લામાં આજે એકપણ કોરોનાનો નવો કેસ નહીં, સતત બીજા દિવેસ એકપણ કેસ નહીં

304

આજે એક દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યો
ભાવનગર જિલ્લામાં આજરોજ એકપણ નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧ હજાર ૪૨૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં એકપણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો નહીં. જ્યારે ગ્રામ્ય એકપણ કોરોના રિપોર્ટ પોઝીટીવ કેસ નોંધાયો નથી. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૪૨૩ કેસ પૈકી હાલ ૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયેલુ છે.

Previous articleશહેરમાં બકરી ઇદની ઉજવણી પૂર્વે શાંતિ સમિત્તિની બેઠક મળી
Next articleબુધેલ નજીકના લાખણકા ડેમમાં અકસ્માતે ડુબી જતા બે યુવાનોના મોત