મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત

316

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આજે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાં માટે આજે ભાવનગર એરપોર્ટ પર આવી પહોંચતાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીને આવકારવાં એરપોર્ટ ખાતે વિભાવરીબેન દવે, પરસોત્તમભાઈ સોલંકી, કીર્તિબાળા દાણિધરિયા, ભરતસિંહ ગોહિલ,જીતુભાઇ વાઘાણી, આત્મારામભાઈ પરમાર, આર.સી.મકવાણા, ભીખાભાઇ બારૈયા, મુકેશભાઈ લંગળીયા, મહેન્દ્રસિંહ સરવૈયા, મ્યુનિ. કમિશનર એ.એમ.ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleભાવનગરના પૂર્વ મેયર અને પૂર્વ ભાજપ શહેર પ્રમુખ સનતભાઇ મોદીની રૂબરૂ મુલાકાત કરી ખબર-અંતર પૂછતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ
Next articleગૌરી વ્રતના પ્રથમ દિવસે નાની બાળાઓએ ગૌરી માતાની પૂજા-અર્ચના કરી