મોટા ગોપનાથ મહાદેવ મંદિર સામાન્ય સભા,વૃક્ષારોપણ કાર્યક્રમ

813

પવિત્ર શ્રાવણ માસનું આયોજન કરવા સામાન્ય સભા મીટીંગ મળેલ ગોપનાથના ગાદીપતિ સીતારામબાપુના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળે બાપુના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ પ્રથમ કોરોના મહામારીથી મૃત્યુ પામેલ અને ટ્રસ્ટીનું અવસાન થતા બે મિનિટનું મૌન ઊભા થઇને પાળવામાં આવેલ.આ પ્રસંગે બાપુએ આ પ્રસંગે વૃક્ષોનું મહત્વ સમજાવતાં જણાવેલ કે વૃક્ષો ફક્ત ઓક્સીજન જ નહીં પરંતુ કરુણાનું ઝરણું સદાય વહાવી પોતાનાં ફળ કુલ અને પર્ણેની ઔષધિય સેવાથી આપણને સદાય ઋણમાં રાખે છે. આ સભામાં ગોપનાથના પ્રમુખ ઘનશ્યામ સિંહ રાઠોડ ઉપ-પ્રમુખ પોપટભાઈ સેક્રેટરી પરેશભાઈ ટ્રસ્ટી જીતેન્દ્રસિંહ વાજા, રામભાઈ, સુજાન સિંહ રાઠોડ,નાજાભાઇ આહીર, સુરેશભાઈ, ધુવરાજસિંહ, બાબુભાઈ, રમેશભાઈ ગોહિલ તથા મહુવાથી રેવાભાઈ મહેતા રૂપેશભાઈ ધોળકિયા, તથા આમંત્રિત મહેમાનોે તથા સેવા મંડળના સભ્યો તથા આગેવાનો હાજરી આપેલ. સીતારામબાપુ તથા ટ્રસ્ટીઓના હાથે મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ.

Previous articleદેવળીયા ગામે ખનીજ ચોરીમાં જનતા રેડ બાદ તંત્ર દ્વારા નદીમાં માપણી કરાઇ
Next articleકોરોના હાંફ્યોઃ દૈનિક કેસ ૪ મહિનાના તળીયે