ભાવનગરના મૂનિડેરી રોડપર મહાકાય વૃક્ષ ટ્રક પર તૂટી પડ્યું, ડ્રાઇવરનો આબાદ બચાવ

355

બનાવ સમયે રોડ પર ટ્રાફિક ન હોવાનાં કારણે દુર્ઘટના ટળી
ભાવનગર શહેરનાં મૂનિડેરી રોડપર સવારે એક ટ્રક પસાર થઈ રહ્યો હતો તે વેળાએ એક લીમડાનું વિશાળ વૃક્ષ અચાનક ટ્રક પર તૂટી પડતાં અકસ્માત સર્જાયો હતો.
જોકે, કોઈ જાનહાનિ સર્જાવા પામી ન હતી.થોડા દિવસો પૂર્વે ભાવનગર શહેરના મૂનિડેરી રોડપર એક ખાનગી ટ્રાવેલ્સની બસ પ્રથમ વૃક્ષ સાથે અથડાઈને એક રહેણાંકી મકાનમાં ઘૂસી જવા પામી હતી. આ અકસ્માતમાં બસના ડ્રાઇવર-કલીનરને ઈજાઓ પહોંચી હતી. બરાબર આજ સ્થળે આજરોજ બપોરે એક ટ્રક રોડપર પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન એક લીમડાનું ઝાડ એકાએક રોડપર પસાર થતાં ટ્રક પર તૂટી પડ્યું હતું જેને પગલે અકસ્માત સર્જાયો હતો અને રોડ બ્લોક થઈ ગયો હતો.
આ બનાવમાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને બનાવ સમયે રોડ પર ટ્રાફિક ન હોવાનાં કારણે દુર્ઘટના ટળી હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો તથા ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો અને રોડપર પડેલા ઝાડ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.

Previous articleભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના ગાઇડલાઇન સાથે સાદગી પૂર્વક બકરી ઈદની ઉજવણી કરાઈ
Next articleભાવનગરના ૧૦ મેરીટોરીયસ અધિકારીઓ અને કર્મચારીઓને ઉત્તમ સેવાઓ માટે વ્યક્તિગત એવોર્ડ એનાયત કરાયા