ભાવનગરના ૧૦ મેરીટોરીયસ અધિકારીઓ અને કર્મચારીઓને ઉત્તમ સેવાઓ માટે વ્યક્તિગત એવોર્ડ એનાયત કરાયા

433

કાર્મિક વિભાગે રતલામ ડીવિજન સાથે સંયુક્ત રીતે કાર્યક્ષમતા શીલ્ડ જીત્યો
રેલ સપ્તાહ દરમિયાન વિવિધ કેટેગરીમાં વિભાગોને કાર્યક્ષમતાના શીલ્ડ પણ પ્રદાન કરવામાં આવે છે. આ મહત્વપૂર્ણ પ્રસંગે, પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા ભાવનગર મંડળના ૧૦ મેરીટોરીયસ અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યક્ષમતા મેડલ, મેરિટ પ્રમાણપત્રો અને રોકડ ઇનામ આપ્યા હતા.
પડકારોનો સામનો કરવા તૈયાર હોય તેવા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની મહેનત અને સમર્પણ માટે દર વર્ષે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આવા કુશળ અધિકારીઓ અને કર્મચારીઓ પૈકી પસંદગીના કેટલાકને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવે છે. જે અધિકારીઓ અને કર્મચારીઓને તેમની શ્રેષ્ઠ સેવા આપવા માટે પ્રોત્સાહિત કરે છે અને આવનારા વર્ષે અન્યને શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રેરણા પણ આપે છે.પશ્ચિમ રેલ્વેનો ૬૬મો રેલ્વે સપ્તાહ એવોર્ડ સમારોહ મંગળવાર, ૨૦મી જુલાઈ, ૨૦૨૧ના રોજ મુંબઈના ચર્ચગેટ ખાતે યોજાયો હતો. કંસલે રતલામ વિભાગ સાથે વર્ષ ૨૦૨૦-૨૧ માટે ભાવનગર મંડળના કાર્મિક વિભાગને સંયુક્ત રૂપે પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શિલ્ડ રજૂ કર્યો હતો. અરિમા ભટનાગર, વરિષ્ઠ કાર્મિક અધિકારીની આગેવાનીમાં પ્રતીક ગોસ્વામી, ડીવિજનલ રેલ્વે મેનેજરના નિર્દેશાનુસાર ૨૦૨૦-૨૧ દરમિયાન કરવામાં આવેલ ઉત્તમ કામગીરી માટે તેમની ટીમે કાર્યક્ષમતા શીલ્ડ પ્રાપ્ત કરી છે. રેલ કર્મચારીઓને વ્યક્તિગત રૂપે પુરસ્કૃત કર્મચારીઓમાં ગિરરાજ પ્રસાદ બેરવા (સીસીસી-પીપાવાવ પોર્ટ), ત્રિપાઠી અરુણ કુમાર (જુનિયર એન્જિનિયર, ટીઆરડી-બોટાદ), મુકેશ મોહન (ટ્રોલીમેન-જુનાગઢ), કમલેશ એલ. કંજારિયા (સિનીયર સેક્શન એન્જિનિયર-ભાવનગર), નરેન્દ્ર મીણા (હેલ્થ ઇન્સ્પેક્ટર-ભાવનગર પરા), પંકજ સોનારા (સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ- પીપાવાવ પોર્ટ), અયુબ એ. કુરેશી (પોઇંટમેન-વિજાપડી), વિજય પ્રકાશ દુબે (સબ ઇન્સ્પેક્ટર, રેલ્વે સુરક્ષા દળ-ભાવનગર પરા), સંજયકુમાર પી. જોશી (વરિષ્ઠ સેક્શન ઇંજીનિયર-જૂનાગઢ) અને પેઠાભાઇ અરજણભાઇ (ડેપો સહાયક-ભાવનગર) વરિ. મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદ એ જણાવ્યું હતું.

Previous articleભાવનગરના મૂનિડેરી રોડપર મહાકાય વૃક્ષ ટ્રક પર તૂટી પડ્યું, ડ્રાઇવરનો આબાદ બચાવ
Next articleતળાજાના ત્રાપજ ગામે બકરી ઈદ નિમિતે ઘાંચી સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો