ગારિયાધાર ખાતે જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા

1138
bvn15418-2.jpg

ગારિયાધાર શહેરમાં મોડીરાત્રે જાહેરમાં જુગારની બાજી માંડીને બેઠેલા ૮ શખ્સોને ઝડપી લઈ તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગારિયાધાર પોલીસ મથકનો સ્ટાફ ગત મોડીરાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતો તે વેળા મળેલ ચોકકસ બાતમી આધારે ગારિયાધારની કટોવાલ શેરીમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જાહેરમાં જુગારની બાજી માંડીને બેઠેલા ૮ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં કૌશિક રાજુ પરમાર, ધર્મેશ લાલજી ગોહિલ, નરેશ લક્ષ્મણ ઉમટ, વિજય ઘનશ્યામ સોલંકી, હિતેષ બાલા સોલંકી રોહિત હિતેષ નૈયા, જીગ રઝાક દલ તથા કેવલ દિનેશ નૈયારે તળાજા ગારિયાધાર વાળાને જુગારના પટમાં પડેલ રોકડા રૂા. પ૪૬૦ તથા મોબાઈલ નં. ૬ મળી કુલ રૂા. ર૯,૯૬૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂધ્ધ જુગાર ધારા તળે ગુનો નોંધી જેલહવાલે કરી  વધુ તપાસ હાથ ધરી હતી. 

Previous articleડો.આંબેડકરના જીવનમાંથી આપે પ્રેરણા મેળવીને રાષ્ટ્રના મજબુતી કરણમાં લાગી જ જવુ જોઈએ : મેયર નિમુબેન
Next article જાફરાબાદના વઢેરા ગામે ડો. આંબેડકર જયંતિ નિમિત્તે બાળતુલા કાર્યક્રમ યોજાયો