(સંપૂર્ણ સમાચાર સેવા)મુંબઈ, તા.૨૧
રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના વિવિધ કાર્યક્રમોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
હવે ફેન્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બન્ને જ્યારે સોનમ કપૂર અને આનંદ અહુજાના લગ્નનમાં એકસાથે જોવા મળ્યા હતા ત્યારથી તેમના લગ્નની ચર્ચા થઈ રહી છે. તેઓ અવારનવાર એકસાથે જોવા મળે છે અને ફેમિલી ફંક્શનમાં પણ તેઓ સાથે જોવા મળતા હોય છે.આલિયા સ્વીકારી ચુકી છે કે તે રણબીર સાથે રિલેશનશિપમાં છે અને કરણ જોહરના ચેટ શૉમાં તેણે રણવીર વિષે ખુલીને વાત પણ કરી હતી. બ્રહ્માસ્ત્ર ફિલ્મના શૂટિંગ દરમિયાન બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા. આ પહેલી ફિલ્મ એવી હશે જેમાં બન્ને એકસાથે કામ કરશે. લાગી રહ્યું છે કે હવે આ કપલના લગ્ન માટે વધારે રાહ નહીં જોવી પડે. તાજેતરમાં જ સેલિબ્રિટી પેપરાઝી વિરલ ભયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.વીડિયોમાં નીતૂ કપૂર પોતાના દીકરા રણબીર કપૂરના નાવ ઘરની બહાર જોવા મળી રહી છે, જ્યાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. વિરલ ભયાનીએ લખ્યું છે કે, દિશા અને રાહુલના લગ્ન પછી હવે આપણે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન માટે ઉત્સુક છીએ. મેં સાંભળ્યું છે કે બ્રહ્માસ્ત્રની રિલીઝ પહેલા ૨૦૨૧માં જ લગ્ન થઈ જશે. નીતૂ કપૂર પોતાના નવા બંગલાની બહાર રિનોવેશનનું કામ જોઈ રહ્યા છે.પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, આલિયા ગંગુબાઈ કાઠિયાવાડી, આરઆરઆરમાં જોવા મળશે. જ્યારે રણબીર ડિરેક્ટર લવ રંજનની ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. આ સિવાય બન્ને બ્રહ્માસ્ત્રમાં એકસાથે જોવા મળશે.