(જી.એન.એસ.)શ્રીનગર,તા.૨૧
જમ્મુ કાશ્મીર પ્રશાસને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુમાં સ્થાનિક નિવાસી બનવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નિયમ મુદ હવે અન્ય રાજ્યોમાં રહેનારા લોકો, જે કાશ્મીરી યુવતી સાથે લગ્ન કરે છે. તે પણ હવે રાજ્યના સ્થાનિક નિવાસી બની શકે છે. સરકાર તેમના માટે ડોમિસાઈલ સર્ટિફિકેટ આપશે.જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધી કલમ ૩૭૦ અને કલમ ૩૫ એ લાગૂ હતી. ત્યાં સુધી આવી સ્થિતીમાં ફક્ત મહિલા જ કાશ્મીરની સ્થાનિક નિવાસી રહેતી. તેના બાળકો અને પતિ આ માપદંડોમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. જો કાશ્મીરી પુરૂષ કોઈ અન્ય મહિલા સાથે લગ્ન કરે છે, તો તેને અથવા તેના બાળકોને સ્થાનિક નિવાસી માનવામાં આવતા હતા.તો વળી પુરૂષો સંબંધિત આ નિયમમા પહેલા જ ઢીલ મળી ગઈ હતી. તે કોઈ પણ રાજ્યની મહિલા સાથે લગ્ન કરી શકતા હતા. તેમનાથી થતાં બાળકો કાશ્મીરના સ્થાનિક નિવાસી જ મનાતા હતા. કહેવાય છે કે, પ્રશાસનનું આ પગલુ લૈંગિક અસમાનતાને ખતમ કરવા માટે છે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન તરફથી આ નોટિફિકેશન ૨૦ જૂલાઈ ૨૦૨૧ના રોજ જાહેર કરવામાં આવી છે.કેન્દ્રની મોદી સરકારે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ આ કલમને હટાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જમ્મુ કાશ્મીર પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ૬ ઓગસ્ટે આ પ્રસ્તાવને લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ બંને સદનમાંથી તેને પાસ કરવામાં આવ્યુ હતું. જે બાદ કલમ ૩૭૦ અને ૩૫ એ રદ કરી દીધી હતી.આ કલમના કારણે દેશા કેટલાય કાયદા જમ્મુ કાશ્મીરમાં લાગૂ પડતા નહોતા. જો કે, હવે કલમ ૩૭૦ હટ્યા બાદ નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે.