સર.ટી. હોસ્પિ.માં સિક્યુરીટી, પેરામેડિકલ સ્ટાફને છુટો ન કરવા કોંગ્રેસની માંગ

384

ભાવનગર શહેરની સરકારી સર.ટી. હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટરે સિક્યુરીટી તથા પેરામેડીકલના કેટલાક સ્ટાફને છુટા કરી દેતા ભારે રોષ વ્યાપી ગયો છે. આ અંગે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ સર.ટી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ બ્રહ્મભટ્ટને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી સિક્યુરીટી અને પેરા મેડિકલ સ્ટાફને નોકરી પર રાખવા ભાર પૂર્વકની રજુઆતો કરી હતી. કોરોના મહામારી દરમિયાન પોતાના જીવના જોખમે કામ કરતા સ્ટાફને છુટો ન કરવા પણ રજુઆતો કરવામાં આવી હતી. સરટી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓના પ્રશ્નો હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવતા ૫૦ વર્ષ ઉપરના કર્મચારીઓને છૂટા કરી દેવાતા તેમજ પગારમાં શોષણના મુદ્દે આજરોજ ગુરૂવારે કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન કરી સરટીના સુપ્રિટેન્ડેન્ટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, ધારાસભ્ય કનુભાઇ બારૈયા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleટાણા ગામના મણીનગર વિસ્તારને વાહક જન્ય રોગોથી બચાવવા ટાયરો એકત્રીકરણની ઝુંબેશ કરાઇ
Next articleતળાજાના રાતાખડા ગામે દારૂ સાથે શખ્સ જબ્બે