એલસીબીની ટીમે રૂ,૫૦,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન તળાજા તાલુકાના રાતાખડા ગામે ઇંગ્લીશ દારૂનો ગેરકાયદે વેચાણ કરતા શખ્સને રૂપિયા ૫૦,૪૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સમગ્ર બનાવ અંગે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં એલસીબી ની ટીમ તળાજા તાલુકામાં રૂટિન પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે રાતાખડા ગામે રહેતો અને કડીયા કામની મજૂરી કરતો વિજય વિઠ્ઠલ ડાભી ઉ.વ.૨૫ વાળો તેનાં રહેણાંકી મકાનમાં ગેરકાયદે પરપ્રાંતિય શરાબનો સંગ્રહ કરી વેચાણ કરે છે જે હકીકત આધારે ટીમે રાતાખડા ગામે વિજય વિઠ્ઠલ ડાભીના રહેણાંકી મકાનમાં દરોડો પાડી પરપ્રાંતિય બનાવટની અલગ અલગ બ્રાન્ડ ની ૧૬૮ બોટલ કિંમત રૂ,૫૦,૪૦૦/- સાથે વિજય ની ધડપકડ કરી હતી અને શરાબના જથ્થા અંગે પ્રાથમિક પુછપરછમાં બુટલેગરે જણાવ્યું હતું કે જેસર તાલુકાના જુનાપાદર ગામે રહેતો અજીત જોધા ગોહિલ ચાર દિવસ પૂર્વે આ શરાબનો જથ્થો વેચાણ માટે આપી ગયો હોવાની કેફિયત આપતાં ટીમે દારૂના જથ્થા સાથે બુટલેગર ને તળાજા પોલીસને હવાલે કરી ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.