વાસુદેવ દિમ વેદશાળાની સ્થાપના ઈ.સ.૧૯૦૬ ના રોજ થઇ હતી અને છેલ્લા ૧૧૬ વર્ષથી સતત કાર્યરત છે. આ સંસ્થા દ્વારા વિધાથીઓને વિનામુલ્ય શાસ્ત્રો તથા કર્મકાંડની શિક્ષા આપવામાં આવે છે જેના દ્વારા બ્રાહ્મણોને પામીક કાર્યો માટે તૈયાર કરવામા આવે છે, શ્રી વાસુદેવ ઔદિચ્ય વેદશાળા દ્વારા અષાઢી પૂનમ તા.૨૩/૭ ને શુક્રવારે સાંજના ૫ઃ૩૦ કલાકે ગુરુપૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરેલ છે, ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓણખવામાં આવે છે, આ ટિ્વસને વેદ વ્યાસની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે આ કાર્યક્રમમાં આદી ગુરુ શ્રી શંકરાચાર્યજીની શાસ્ત્રોકત રીતે પૂજન વિધી કરવામાં આવશે તથા તજજ્ઞો દ્વારા ગુરુપૂર્ણિમાના મહત્વ વિશે વ્યકતવ્ય આપવામાં આવશે, આ પ્રસંગે સૌ ભાવીકો ને દર્શનનો લાભ લેવા સમગ્ર ટ્રસ્ટીગણ તરફથી અનુરોધ કરાયો છે, આ કાર્યક્રમનું આયોજન શ્રી વાસુદેવ ઔદિચ્ય વેદશાળા, દાંતીયાવાળી શેરી, દિવાનપરા રોડ, ભાવનગર ખાતે સાંજના ૫ઃ૩૦ કલાકે કરવામાં આવ્યું છે.