પેગાસસ જાસૂસી કૌભાંડઃ રાજ્યસભામાં હોબાળો થતાં કાર્યવાહી સ્થગિત

612

ટીએમસી સાંસદે આઇટી મંત્રીના હાથમાંથી સ્ટેટમેન્ટ છીનવી ફાડી નાંખ્યું
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૨
મોન્સૂન સત્ર દરમિયાન સાંસદનાં બંને સત્રોમાં હોબાળો યથાવત્‌ છે. ગુરુવારે વિપક્ષી સાંસદોએ પેગાસસ જાસૂસીકાંડ સહિત બીજા ઘણા મુદ્દાઓ સામે વિરોધપ્રદર્શન કર્યું. પેગાસસ કેસ અંગે રાજ્યસભામાં હોબાળો થતાં મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતાની વાત પૂરી કરી શક્યા નહીં અને તેમને ભાષણ ટૂંકાવવું પડ્યું હતું. આટલું જ નહીં, પરંતુ આ મુદ્દો લેટર ઝૂંટવી લેવા સુધી પહોંચી ગયો હતો. આઇટી મંત્રી પેગાસસ મુદ્દે પોતાની વાત રજૂ કરવા ઊભા થયા તો મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલના સંસદ શાંતનુ સેને આઇટી મંત્રીના હાથમાંથી સ્ટેટમેન્ટ શીટ ઝૂંટવીને ફાડી દીધી હતી અને તેના ટુકડા હવામાં ઉછાળ્યા હતા. આ દરમિયાન હોબાળા વચ્ચે જ આઇટી મંત્રીએ બોલવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ પોતાની વાત રજૂ કરી શક્યા નહોતા. ત્યાર પછી મ્ત્નઁ અને તૃણમૂલના સંસદો વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો થાળે પાડવા માટે માર્શલને બોલાવવા પડ્યા હતા. ત્યાર પછી રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવી હતી. આ ત્રીજી વખત ગૃહની કાર્યવાહીને સ્થગિત રાખવામાં આવી છે. વહેલી સવારે જ્યારે કાર્યવાહી શરૂ થઈ ત્યારે હંગામો થતાં તે બપોરે ૧૨ વાગ્યા સુધી અને પછી ૨ વાગ્યા સુધી સ્થગિત રાખવી પડી હતી. બીજી તરફ લોકસભાની કાર્યવાહી પણ આજે સાંજે ૪ વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવી છે. તૃણમૂલ સાંસદની વર્તણૂક પર ભાજપ સાસંદ દાસગુપ્તાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ’સદનમાં અસભ્ય વ્યવહાર થયો છે.’ મંત્રીના નિવેદન દરમિયાન તમને સવાલ કરવાનો હક છે, પરંતુ ડિબેટની જગ્યાએ ગૃહમાં જે થયું એ શું એક પ્રકારનો ઉપદ્રવ છે? આ તમામ નિયમો વિરુદ્ધ છે. આની નિંદા થવી જોઇએ. રાજ્યસભામાં બનેલી ઘટના અંગે આરજેડીના સાંસદ મનોજ ઝા કહે છે કે હોબાળા વચ્ચે જે રીતે ૈં્‌ મંત્રીએ નિવેદન આપ્યું છે એના પરથી એવું લાગે છે કે સરકાર ફક્ત મુદ્દાઓની મજાક ઉડાવવા માગે છે. પ્રધાનનું આ વલણ દુર્ભાગ્યપૂર્ણ હતું.

Previous articleભારતમાં ત્રીજી લહેરના ભણકારાઃ ૧૩ રાજ્યોમાં ખતરાની ઘંટડી
Next articleપેગાસસ જાસૂસી મામલે SIT દ્વારા તપાસની માગ