(જી.એન.એસ)મુંબઈ,તા.૨૨
રાજ કુંદ્રા પોર્ન મૂવી કેસમાં ફસાયો છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ હાલ રાજ કુંદ્રાની પુછપરછ કરી રહી છે ત્યારે ટીમને એક મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચને આરોપી ઉમેશ કામતે બનાવેલા અંદાજે ૭૦ વીડિયો મળ્યા છે. આ વીડિયો બનાવવા કામતે અલગ અલગ પ્રોડકશન હાઉસની મદદ લીધી હતી. હોટશોટ એપ પર અપલોડ કરેલા ૨૦થી ૩૦ મિનિટ સુધીના કુલ ૯૦ વીડિયો ક્રાઈમ બ્રાંચને મળ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ હાલ રાજ કુંદ્રાની પુછપરછ કરી રહી છે. આ દરમિયાન ટીમે રાજ કુંદ્રાને આ વીડિયો પણ બતાવ્યા જે ઉમેશ કામતે બ્રિટનની પ્રોડકશન કંપની કેનરિનને મોકલ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને કોમ્પ્યુટર, આઇફોન્સ, લેપટોપ અને ઘણા મહત્વના દસ્તાવેજોની હાર્ડ ડિસ્ક પણ મળી આવી છે અને તપાસમાં બહાર આવ્યું છે કે આ ઓફિસમાંથી જ પોર્ન વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ થઈ શકે છે. કુંદ્રા હાલમાં ૨૩ જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં છે
ક્રાઈમ બ્રાંચનું કહેવું છે, પુછપરછમાં રાજ સતત એક વાતનું રટણ કરે છે કે તે પોર્ન વીડિયો નથી બનાવતો, તે અન્ય ઓટીટી પ્લેટફોર્મ પર આવતા ઈરોટિક વીડિયો જેવા વીડિયો બનાવતા હતા. આંકરી પુછપરછમાં રાજ કુંદ્રાનો સાથી અને આઈટી હેડ રાયન થોર્પેએ જણાવ્યું, આ રેકેટમાં તેનું કામ રાજ અને અન્ય સ્ટાફને એ જણાવવાનું હતું કે કેવી રીતે ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખી કાયદાકીય રીતે ફસાતા બચી શકાય. આ દરમિયાન રાજ કુંદ્રાની બે ઓફિસ વિઆન ઈંડસ્ટ્રીઝ લિમિટેડ અને એલજી સ્ટ્રીમિંગ પર પણ દરોડા પડ્યા છે.