(જી.એન.એસ)કોલંબો,તા.૨૨
ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓના દમ પર વન-ડે સીરીઝ મેળવી લીધી છે. ત્રણ મેચોની સીરીઝની બીજી મેચમાં શિખર ધવનની કેપ્ટનશીમાં મેજબાન શ્રીલંકાને ૩ વિકેટે હરાવ્યું હતું. ટીમની સીરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. ટીમને શ્રીલંકા સામે સતત ૯મી સીરીઝમાં જીત મેળવી છે. સીરીઝની અંતિમ મેચ ૨૩ જુલાઈના દિવસે થઈ શકે છે. ત્યાર બાદ બંન્ને દેશોની વચ્ચે ત્રણ ટી-૨૦ મેચ આયોજીત થવાની છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે અંતિમ ૯ સીરીઝમાં વાત કરીએતો ટીમ ઈન્ડિયાએ તમામ ૩૦ મેચોમાં જીત મેળવી છે. જ્યાર ૭ મેચમાં શ્રીલંકાને પણ જીત મળી છે. એટલે કે ટીમ ઈન્ડિયા લંકા કરતા ચાર ગણી મેચમાં જીત મેળવી છે. આ દરમિયાન બે વાર ૫-૦ અને ૫-૦થી ક્લિન સ્વિપ પર કરી છે. જો આ ટીમ અંતિમ મેચમાં જીત મેળવી લે છે તો તે છેલ્લી ૯ મેચોમાં ૩ સીરીઝ પર ક્લિન સ્વિપ કરી શકે છે. હાલની સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની કમાન શિખર ધવનને કમાન સોપવામાં આવી છે. બંન્ને મેચમાં ભારતે જોરદાર જીત મેળવી લીધી છે. અને જો ભારત અંતિમ મેચ પણ જીતી લે છે તો શ્રીલંકા સામે મેચો જીતવાની બાબતમાં શિખર ધવન સેહવાગની બરાબરી કરી શકે છે. વીરેન્દ્ર સેહવાગે શ્રીલંકા સામેની ૪ મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. જેમાં ૩મેચોમાં ભારતે જીત મેળવી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે સૌથી વધુ ૯૨ વન-ડે મેચ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતે પાકિસ્તાનને પણ પાછળ છોડી દીધું છે. પાકિસ્તાનને ૯૨ મેચોમાં જીત મળી છે. શ્રીલંકા સામે ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ સૌથી વધારે વન-ડે મેચોમાં જીત મેળવી છે. તેમણે ૪૧ મેચોમાં કેપ્ટનશીપ કરી હતી અને ૨૫ મેચોમાં જીત મેળવી હતી જ્યારે ૧૩ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મોહમ્મ્દ અજરુદ્દીન (૧૭), વિરાટ કોહલી (૧૨) ત્રીજા સ્થાને કપિલ દેવ (૧૦) ચોથા નંબરે રાહુલ દ્રવિડ (૮) છે. રાહુલ દ્રવિડને શ્રીલંકાના પ્રવાસ પર કોચ બનાવવામાં આવ્યો છે.