(જી.એન.એસ)કોલંબો,તા.૨૨
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે મંગળવારે બીજી વનડેમાં ૩ વિકેટથી રોમાંચક જીત નોંધાવી છે. આ નિર્ણાયક મેચ જીતીને ભારતે ત્રણ મેચની વનડે સિરીઝમાં ૨-૦ થી લીડ મેળવી લીધી છે. વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ૨૩ જુલાઇ શુક્રવારે કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ વનડે સિરીઝ જીતી ચૂકી છે, તેથી તે ત્રીજી મેચમાં પ્રયોગ કરી શકે છે. આવો એક નજર કરીએ ટીમ ઈન્ડિયામાં કયા ૪ મોટા ફેરફાર આવી શકે છે. ત્રીજી વનડેમાં પૃથ્વી શોની જગ્યાએ દેવદત્ત પડિક્કલને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. ખરેખર, ભારતીય ટીમે શ્રેણીમાં ૨-૦ થી લીડ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં ટીમના કોચ રાહુલ દ્રવિડ હવે ત્રીજી વનડેમાં યુવા ખેલાડીઓને તક આપવા માંગશે. જો યુવા ખેલાડીઓને તક મળે તો દેવદત્ત પડિક્કલને ડેબ્યૂ કરવાની તક આપી શકાય છે. તે જ સમયે, પૃથ્વી શોને ત્રીજી વનડેની પ્લેઇંગ ઇલેવનમાંથી આરામ આપવામાં આવી શકે છે. મનિષ પાંડે પ્રથમ વનડેમાં ફ્લોપ સાબિત થયો હતો, ૪૦ બોલમાં ફક્ત ૨૬ રન બનાવ્યા બાદ તે આઉટ થયો હતો. તે બીજી વનડેમાં પણ ખાસ કંઈ કરી શક્યો નહીં. મનીષ પાંડેના આ નબળા પ્રદર્શન બાદ નીતીશ રાણાને ત્રીજી વનડેમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. નીતીશ રાણા છેલ્લા ઘણા સમયથી ઘરેલું ક્રિકેટ અને આઈપીએલમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. દિપક ચહરને આ મેચમાં આરામ આપી શકાય છે અને ચેતન સાકરીયાને તેની જગ્યાએ ડેબ્યૂ કરવાની તક આપી શકાય છે. ચેતન સાકરીયા પાસે બોલિંગમાં બંને રીતે સ્વીંગ કરવાની ક્ષમતા છે. આઈપીએલ ૨૦૨૧ માં સારા પ્રદર્શન બાદ ચેતન સાકરીયાને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ વરુણ ચક્રવર્તીને આ મેચમાં ડેબ્યુ કરવાની તક આપવા માંગશે. આઈપીએલમાં વરુણ ચક્રવર્તીએ કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી સારો દેખાવ કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. હવે તે ત્રીજી વનડેમાં કુલદીપ યાદવની જગ્યાએ ડેબ્યૂ કરી શકે છે.
Home Entertainment Sports અંતિમ વન-ડેમાં ભારતીય ટીમમાં ફેરફારની સંભાવના આજે ભારત શ્રીલંકા સામે વ્હાઇટવોશના ઇરાદે...