અશોક પટેલ બાદ ચેતન સાકરિયાએ ટીમ ઈન્ડિયા તરફથી રમનાર ભાવનગરનો બીજો ખેલાડી
ઈન્ડિયન પ્રિમિયર લીગમાં શાનદાર પર્ફોમન્સ કર્યા બાદ આજે ભાવનગરના યુવા ક્રિકેટર ચેતન સાકરિયાને આજે શ્રીલંકા સામેની અંતિમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મળતા ભાવનગરમાં રહેતા ચેતન સાકરિયાના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનાર ભાવનગરનો બીજો ખેલાડીઆંતરરાષ્ટ્રીય મેચમાં ચેતન સાકરિયાને આજે સ્થાન મળતા તે ભાવનગરનો બીજો ખેલાડી બન્યો છે. આ પહેલા અશોક પટેલ ભારતીય ટીમ વતી મેચ રમી ચૂક્યા છે. ઓફ સ્પીનર અશોક પટેલે વર્ષ ૧૯૮૪માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓએ ટીમ ઈન્ડિયા વતી ૮ વનડે મેચ રમી ૭ વિકેટ ઝડપી હતી.ટીમ ઈન્ડિયમાં પસંદગી પામેલ સૌરાષ્ટ્રનો ચોથો સક્રિય ખેલાડીટીમ ઈન્ડિયામાં હાલ સૌરાષ્ટ્રમાં આવતા હોય તેવા ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટ રમી રહ્યા છે. આજે શ્રીલંકા સામેની મેચમાં ભાવનગરના ચેતન સાકરિયાનું ડેબ્યૂ થતા આ સંખ્યા હવે ચાર પર પહોંચી છે. ૨૩ વર્ષીય ચેતન સાકરિયા ૈંઁન્માં રાજસ્થાન રોયલ તરફ થી ૭ વિકેટ લઈ ચુક્યો છે, આઇપીએલ ની પ્રથમ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનારા ભાવનગરના ચેતન સાકરિયાની ભારતની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.અડગ મનના માનવી ને હિમાલય પણ નડતો નથી તે કહેવત ને સાર્થક કરતા ગોહિલવાડી ગુજ્જુ ચેતન સાકરિયાએ ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી મેળવી છે. ચેતન સાકરિયા કે જે ભાવનગર ભરુચા કલબ ખાતે ક્રિકેટ રમી રણજી ટ્રોફી અને ત્યારબાદ આઇપીએલ અને હવે ભારતીય ક્રિકેટ ટીમમાં રમવા પસંદગી પામ્યો છે. યુવા ક્રિકેટર ચેતન સાકરિયા શ્રીલંકા ખાતે રમાનાર ક્રિકેટ શ્રેણી માટે ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યું છે, જેથી ભાવનગરના વરતેજ ખાતે રહેતા ચેતન સાકરિયાના પરિવારમાં આનંદની લહેર છવાય છે. ચેતન સાકરિયા કે જે આઇપીએલ માં રાજસ્થાન રોયલ્સ માં પસંદગી પામ્યો તે પહેલાં તેના ભાઈનું આકસ્મિક નિધન થયું હતું. જેથી તે સમયે પણ પરિવારમાં શોકના માહોલ વચ્ચે એક ખુશીની લહેર જોવા મળી હતી. સ્વર્ગસ્થ પિતાનું સ્વપન આજે પૂર્ણ થયુંચેતન સાકરિયાના સ્વર્ગસ્થ પિતા કિશનભાઈ પોતાના પુત્રને ટીમ ઈન્ડિયા તરફથી રમતો જોવા ઈચ્છતા હતા. આજે ચેતન સાકરિયાને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળતા પિતાનું સ્વપન પૂર્ણ થયું. જો કે, કમનસીબે આજે કિશનભાઈ પુત્રની આ જોવા માટે હયાત નથી.પરંતુ આજે ભાઈ અને પિતાના સ્વપ્નને સાકાર કરતા ચેતન સાકરિયા ભારતીય ટીમમાં શ્રીલંકા સામે આજે ડેબ્યુ કરી પિતાના સ્વપ્નને સાકાર કર્યું, ચેતનની માતા અને બહેનના કહેવા મુજબ માતાપિતાએ પોતાના બાળકોને સપોર્ટ આપી તેના જુસ્સા ને બળ આપવું જોઈએ. જેથી બાળક તેના ટાર્ગેટ સુધી પહોંચી શકે. ચેતનની આજે જ્યારે ભારતીય ટીમમાં પસંદ થયો છે ત્યારે તેના મામા કાળુભાઇ પણ પોતાના ભાણેજ પર ગર્વ અનુભવી રહ્યા છે તેને વધુમાં જણાવ્યું હતું કે આજે ચેતન શ્રીલંકા સામેની મેચમાં ડેબ્યુ કરતા પરિવારમાં ખુશી છવાઈ છે અને જ્યારે બોલિંગમાં આવશે એટલે શેરીમાં અમે ફટાકડા ફોડી અને પેંડા વેહચીશું. ચેતન ભાવનગર અને રાજ્યનું નામ રોશન કર્યા બાદ હવે દેશનું નામ પણ રોશન કરશે તેમ જણાવ્યું હતું.