સાણોદર ગામે આધેડ પર થયેલા જીવલેણ હુમલા મામલે દસ આરોપીઓે સજા ફટકારતી કોર્ટ

513

ત્રણ આરોપીને ૧૦-૧૦ વર્ષની સજા અને ૭ આરોપીને ૫ વર્ષની સજા ફટકારતી કોર્ટ
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામે આજથી થોડા વર્ષ પૂર્વે એક દલિત આધેડના ઘરમાં ઘૂસી દસ શખ્સોએ હિચકારો હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી રોકડ રકમની લૂંટ ચલાવી ઈજાગ્રસ્ત ને હડધૂત કરી નાસી છુટ્યા હતા. જે કેસ ભાવનગર પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટમાં જજ એચ એન વકીલ ની અદાલતમાં ચાલતાં ન્યાયાધીશે સરકારી વકીલ ની ધારદાર દલીલો, દસ્તાવેજી પુરાવાઓ તથા મૌખિક જુબાનીઓ અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ને દસેય આરોપીઓને અલગ અલગ સજા સાથે દંડ ફટકાર્યો હતો.ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામે રહેતા અમરા મેઘા બોરીચા એ આજ ગામનાં કેટલાક શખ્સો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગે ની દાઝ રાખી ને આજ ગામનાં દસ શખ્સો જેમાં ગોહિલ રણજીત છતસિહ,ગોહિલ સિધ્ધરાજ રણજીતસિંહ ગોહિલ ભયલુ નિરૂભા,ગિરીરાજ જોરૂભા,કુલદીપ સુરૂભા દેવેન્દ્રજ્રદેવુભા રામદેવ,શક્તિ વિરૂભા મહેન્દ્ર સિંહ જયદેવ સિંહ, ગિરિરાજ નિરૂભા મહેન્દ્ર સિંહજ્રફોજદાર અજીત વાળાએ ગેરકાયદે મંડળી રચી ફરિયાદી ના ઘરમાં ઘૂસી તલવાર, પાઈપ,ધારીયા ધોકા વડે અમરા બોરીચા પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ઘરમાં તોડફોડ કરી રૂપિયા ૪૦ હજારનું નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા પાંચ હજાર ની લૂંટ ચલાવી જ્ઞાતિ વિષે અપમાનિત કરી નાસી છુટ્યા હતાં આ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામી ફરિયાદ દાખલ થઈ હતી.આ કેસ ભાવનગર પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટના જજ એચ.એન વકીલ ની કોર્ટમાં ચાલતા જજ એ સરકારી વકીલ ની તર્કબદ્ધ દલીલો, દસ્તાવેજી પુરાવાઓ, લેખિત મૌખિક જુબાનીઓ અને કેસની ગંભીરતાને ધ્યાને રાખીને દસેય આરોપીઓ ને અલગ અલગ સજા સાથે દંડ ફટકાર્યો હતો જેમાં રણજિતસિંહ છતસિંહ ગોહિલ તથા દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા રામદેવસિંહ ગોહિલ બંને આરોપીને ૧૦ વર્ષની સજા, પાંચ હજારનો દંડ, સિધ્ધરાજસિંહ રણજીતસિંહ ગોહિલને ૧૦ વર્ષની સજા, ત્રણ હજારનો દંડ તથા બાકીના ૭ આરોપીઓને પાંચ વર્ષની સજા, એક હજારનો દંડ કરવામાં આવ્યો છે.

Previous articleશ્રીલંકા સામેની અંતિમ વનડે મેચમાં ભાવનગરના ચેતન સાકરિયાને સ્થાન મળતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો
Next articleઆજે જિલ્લામાં ૧ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા જ્યારે ૪ દર્દી કોરોનામુક્ત થયા