આજે જિલ્લામાં ૧ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા જ્યારે ૪ દર્દી કોરોનામુક્ત થયા

588

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૪૨૫ કેસો પૈકી ૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ
ભાવનગર જિલ્લામાં આજરોજ ૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૪૨૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરમાં ૧ પુરૂષ મળી કુલ ૧ લોકોના પોઝિટિવ કેસ નોંધાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.જ્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં ૩ અને તાલુકાઓમાં ૧ સ્ત્રી મળી કુલ ૪ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૨૫ કેસ પૈકી હાલ ૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયેલ છે.

Previous articleસાણોદર ગામે આધેડ પર થયેલા જીવલેણ હુમલા મામલે દસ આરોપીઓે સજા ફટકારતી કોર્ટ
Next articleસોમવારથી શહેર જિલ્લાની શાળાઓમાં ઓફલાઇન અભ્યાસ ફરી શરૂ થશે