માન્યતાએ પતિ સંજય દત્ત વિના ઉજવ્યો ૪૩મો બર્થ ડે

411

(સંપૂર્ણ સમાચાર સેવા)મુંબઈ, તા.૨૩
બોલિવુડ એક્ટર સંજય દત્તની પત્ની માન્યતાનો ૨૨ જુલાઈએ ૪૩મો બર્થ ડે હતો. માન્યતા હાલ પોતાના બંને બાળકો સાથે દુબઈમાં છે ત્યારે તેણે અહીં સેલિબ્રેશન કર્યું હતું. માન્યતાએ દીકરા અને દીકરી તેમજ નજીકના મિત્રો સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. મહામારી ચાલી રહી છે ત્યારે માન્યતાએ મોટી પાર્ટી કરવાના બદલે માત્ર કેક કાપીને ફ્રેન્ડ્‌સ સાથે બર્થ ડે ઉજવ્યો હતો. જોકે, માન્યતાની બર્થ ડે માટે દુબઈ સ્થિત ઘરે ફૂલો અને ફુગ્ગાથી સજાવટ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી માન્યતાએ વિડીયો અને તસવીરો શેર કરીને પોતાના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવી હતી. માન્યતાના બર્થ ડે પર બે અલગ અલગ સેલિબ્રેશન થયા હતા. એક તો મિડનાઈટ સેલિબ્રેશન અને બીજું બર્થ ડેના દિવસે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. માન્યતાના બર્થ ડે માટે વિવિધ ફ્લેવર્સની કેક લાવવામાં આવી હતી. સાથે જ ૪૩ અને હેપી બર્થ ડે લખેલા બલૂન્સથી સજાવટ થયેલી જોવા મળે છે. માન્યતાએ કેક અને સજાવટનો વિડીયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જોવા મળે છે.પહેલા માન્યતાના મિડનાઈટ સેલિબ્રેશનની વાત કરીએ તો તે શિઅર મટિરિયલના ડ્રેસમાં જોવા મળી હતી. માન્યતા આ સ્પેશિયલ આઉટફિટમાં હંમેશાની જેમ સુંદર દેખાઈ રહી હતી. બર્થ ડે ગર્લે આ ડ્રેસમાં શાનદાર પોઝ પણ આપ્યા હતા. એક તસવીરમાં માન્યતા સાથે તેનો ફ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. મિડનાઈટ સેલિબ્રેશનમાં માન્યતા માટે બે કેક લાવવામાં આવી હતી. જે તે પોતાના દીકરા અને દીકરી સાથે કાપતી જોવા મળી રહી છે. કેક મૂકેલી છે તે ટેબલની આસપાસ ફૂલ અને ફુગ્ગાથી સજાવટ જોવા મળે છે. માન્યતાની જેમ તેની દીકરી પણ બ્લેક ફ્રોકમાં જોવા મળી હતી. જ્યારે દીકરો વ્હીલચેરમાં બેઠેલો દેખાયો હતો. મમ્મીના બર્થ ડેની ખુશી બંને બાળકોના ચહેરા પર જોવા મળી રહી છે.બીજી તસવીરો માન્યતાના બર્થ ડેના દિવસના સેલિબ્રેશનની છે. આ તસવીરોમાં બર્થ ડે ગર્લ રેઈનબો રંગના આઉટફિટમાં જોવા મળે છે. આ આઉટફિટમાં પણ માન્યતા અત્યંત આકર્ષક લાગે છે. આ તસવીરોમાં પણ માન્યતાની સાથે તેના બંને બાળકો અને એક ફ્રેન્ડ જોવા મળે છે. ટેબલ પર માન્યતા માટે કેકની સાથે ગિફ્ટ્‌સ પણ જોવા મળી રહી છે.
આ તસવીરોમાં ક્યાંય સંજય દત્ત જોવા નથી મળતો ત્યારે લાગી રહ્યું છે કે સંજુ બાબા હાલ દુબઈમાં નથી.

Previous article“એક રાખી ફૌજી કે નામ” અંતર્ગત સ્કાઉટ ગાઇડ સંઘના બાળકો દ્વારા ૨૧૦૦ રાખડી બનાવી મોકલાવશે
Next articleરવિન્દ્ર જાડેજાએ અભ્યાસ મેચની બંને ઇનીંગમાં શાનદાર બેટીંગ કરી