રૂપાણી સરકાર ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરેઃ હાઇકોર્ટ

591

માસ્ક, સામાજિક અંતર જેવા નિયમોનો લોકો કડકાઇથી અમલ કરે, સરકાર પણ સજાગ રહે, લોકોને રસી મળી રહે એ દિશામાં કામ કરો અને પુરતો રસીનો જથ્થો મેળવો : ત્રીજી વેવમાં બાળકોને લઈ ચિંતા છે, ત્યારે રાજ્યમાં દરેક જિલ્લામાં બાળ વિભાગ વધારો અને તેમાં જરૂરી સુવિધા ઉભી કરો
(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૩
ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાયા બાદ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી પર આજે ચુકાદો આપ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને રસીકરણથી લઈ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા સહિતના અનેક આદેશ આપ્યા છે. આ ઉપરાંત હાઈકોર્ટે લોકોને પણ માસ્ક બાબતે ગંભીરતા દાખવવા અને રસી લેવા માટે જણાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો ચુકાદો આપતાં જણાવ્યું કે, આ રોગ જેવો આપણે માનીએ છીએ તેવો નથી. માસ્ક બાબતે સરકાર અને લોકો હવે ગંભીર બને તેમ પણ હાઈકોર્ટે કહ્યું હતું. સાથે રાજય સરકાર રસીકરણ પર સૌથી વધુ ધ્યાન આપે તેવું હાઈકોર્ટે જણાવ્યું હતું. સાથે જ હાઈકોર્ટે ૧૮વર્ષથી નીચેના બાળકો માટે સરકાર ચિંતા કરે તેમ જણાવ્યું હતું. RT – PCR ટેસ્ટ પર રાજ્ય સરકાર ધ્યાન આપે, દિવ્યાંગો માટે ડોર ટુ ડોર વેક્સિન આપવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો હતો. સાથે જ હાઈકોર્ટે ગુજરાત સરકારને ત્રીજી લહેરમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવા માટે કહ્યું છે. તેમજ રસી અંગે જાગૃતિનો અભાવ હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. અને હાઈકોર્ટે ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ, રસીકરણ પર ભાર મૂકવા માટે જણાવ્યું છે. તેમજ ઓક્સિજનના પ્લાન્ટ તૈયાર રાખવા સરકારને હાઈકોર્ટે આદેશ કર્યો છે. ડોક્ટર નર્સ અને પેરા મેડીકલ સ્ટાફની અછત ના રહે તે માટે સરકાર કાયમી ભરતી અંગે વિચારણા કરે તેમ પણ હાઈકોર્ટે જણાવ્યું હતું. સાથે જ હાઈકોર્ટ દ્વારા દિવ્યાંગો માટે ડોર ટુ ડોર વેક્સીનની વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સીનેશનને લઈને લોકોમાં જાગૃતિનો અભાવ હોવાનું હાઈકોર્ટ દ્વારા અવલોન કરાયું. ત્યારે હાઈકોર્ટે સૂચના આપી કે, સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સીનેશન પર ભાર આપે અને જાગૃતિ લાવે. ઓક્સિજનની અછત ના વર્તાય તે માટે પ્લાન્ટ તૈયાર રાખવા રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા આદેશ અપાયો છે. ડોક્ટર નર્સ અને પેરા મેડીકલ સ્ટાફની અછત ના રહે તે માટે સરકાર કાયમી ભરતી અંગે વિચારણા કરે તેવુ હાઈકોર્ટે કહ્યું. સાથે જ પીએચસી-સીએચસીમાં જરૂરી તમામ સાધનો વસાવી તેને અદ્યતન બનાવવા સૂચનો આપ્યા. હાઈકોર્ટે કહ્યું કે, કોરોના જેવી મહામારીમાં ટેલી કન્સલ્ટિંગ એક મહત્વનો ભાગ ભજવી શકે છે તો તે અંગે વ્યવસ્થા કરવા સરકાર વિચારે.

Previous articleદિલ્હીનો સિંહ ચૂપ છે, તેનો મતલબ કોઇ કાર્યવાહી થવાની છેઃ રાકેશ ટિકૈત
Next articleસુપર ડાન્સર-૪નો આગામી એપિસોડ ’કરિશ્મા કપૂર સ્પેશિયલ’ હશે