આજે ૧૪મી એપ્રિલે સવારે ૯-૦૦ કલાકે ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિ નિમિતે ભાવનગરના જશોનાથ સર્કલ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મેયર નિમુબેન બાંભણીયા, સાંસદ ર્ડા. ભારતીબેન શિયાળ, સ્થાયી સમિતિના ચેરમેન સુરેશભાઈ ધાંધલીયા, દલીત સમાજના અગ્રણી મોહનભાઈ બોરીચા, ડેપ્યુટી મેયર મનહરભાઇ મોરી, જિલ્લા ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, શાસકપક્ષના નેતાશ્રી યુવરાજસિંહજી ગોહિલ, જિલ્લા કલેકટર એમ. એ. ગાંધી સહિતના મહાનુભાવોએ પૂષ્પાંજલી અર્પી હતી. આ કાર્યક્રમમાં શહેરના લોકો પણ જોડાયા હતા. આ પ્રસંગે મેયર નિમુબેને જણાવ્યુ હતું કે ભારત રત્ન ડો. બાબા સાહેબ આબેડકરની ૧૨૭મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે એમ કહી શકાય કે તેઓ માનવ નહીં પરંતુ મહામાનવ હતા. તેમના વિચારોની માનવ માત્રને આજે પણ જરૂર છે. આ કાર્યક્રમ પૂર્વે મહાનુભાવોએ ભાવનગરના ટાઉન હૉલ ખાતેથી સવારે ૮-૩૦ કલાકે એક રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું આ રેલીમાં પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના બાળકો તથા લોકો જોડાયા હતા. આ રેલી જશોનાથ સર્કલ સુધી યોજાઈ હતી.