સિદ્ધુના કાર્યક્રમમાં આવી રહેલા ૫ કૉંગ્રેસી કાર્યકર્તાના માર્ગ અકસ્માતમાં મોત

523

(જી.એન.એસ.)ચંડીગઢ,તા.૨૩
પંજાબના મોગા જિલ્લામાં શુક્રવારના ૨ બસોની વચ્ચે ટક્કરમાં ૫ લોકોના મોત થઈ ગયા અને ૨૦થી વધારે લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે, એક બસ રાજ્ય પરિવહન વિભાગની હતી અને એક ખાનગી મિની બસ હતી. મોગાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક હરમનબીર સિંહ ગિલે જણાવ્યું કે, ઘાયલોને હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાનગી મિની બસમાં મુસાફરી કરી રહેલા લોકો ઘાયલ થયા તે કૉંગ્રેસ પાર્ટીના એક સમારંભમાં સામેલ થવા આવ્યા હતા. ઓવરટેક કરવા જતાં આ દુર્ઘટના ઘટી હતી. એવું કહેવાય છે કે, એક પ્રાઈવેટ બસ, રોડવેઝની બસને ઓવરટેક કરી રહી હતી. ત્યારે પ્રાઈવેટ બસના ડ્રાઈવરે કંટ્રોલ ખોઈ બેસતા આ બંને બસો વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. આ દુર્ઘટના પર રાજ્યના મુખ્ય અમરિંદર સિંહે ટ્‌વીટ કરીને દુખ જતાવ્યુ છે અને તેમને લખ્યુ છે કે, મોગા જિલ્લામાં બસ દુર્ઘટના વિશે જાણીને દુખ થયું. જેમા ૩ કોંગ્રેસી કાર્યકર્તાના મોત થયા છે. કેટલાય લોકો ઘાયલ થયા છે. ડીસી મોગાને તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા અને સરકારને રિપોર્ટ મોકલવાનો આદેશ આપ્યા છે.

Previous articleપેગાસસ સ્પાયવેરની યાદીમાં નવો ખુલાસો અનિલ અંબાણી અને પૂર્વ સીબીઆઇ પ્રમુખ આલોક વર્માના પણ નામ
Next articleઅરુણાચલ પ્રદેશ રાજ્યને અડીને આવેલા શહેરની ચીનના રાષ્ટ્રપતિએ મુલાકાત લીધી