બરવાળામાં યુવાનની કરપીણ હત્યા : આરોપીઓ ફરાર

661
guj15418-5.jpg

બરવાળા ખાતે સતવારા સમાજની વાડી પાસે કૌટુંબીકભાઈઓના ઝઘડામાં એક યુવાનને તિક્ષ્ણ હથિયારો મારી કકરૂણ મોત નિપજાવ્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં  ચકચાર મચાવી દીધી છે.અ ા બનાવની જાણ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સજજનસિંહ પરમારને થતા મારતી ગાડીએ ઘટના સ્થ્ળે દોડી ગયા હતાં. તેમજ ડી.એસ.પટેલ (ડીવાયએસપી) એચ.આર. ગોસ્વામી (પી.આઈ.  લોક ક્રાઈમ બ્રાંચ), વી.ડી. ધોરડા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
બોટાદ જીલ્લાના બરવાળા શહેર ખાતે આવેલ સત્તાવારા સમાજની વાડી પાસે તા. ૧૪-૪-ર૦૧૮ના રોજ બપોરના ૪-૦૦ વાગ્યના અરસામાં એક જ  દલવાડી કુટુંબના ભાઈઓ વચ્ચે ઝઘડો થતા ભીખુભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.વ.૩ર) રહે. સતવારા સમાજની વાડી પાસે, મુ. બરવાળાને ભાવેશ કેશવભાઈ પરમાર, જગદીશ કેશવભાઈ પરમાર બન્ને રહે. સતવારા સમાજની વાડી પાસે મ.તા. બરવાળાએ માથાના ભાગે તિક્ષ્ણ હથિયારો મારી કરૂણ મોત નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવના બન્ને આરોપીઓ બનાવ બનતા જ ફરાર થઈ ગયા હતાં. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરી દીધા છે. 
આ બનાવ અંગે મૃતકના પિતા કાનજીભાઈ ધરમીશભાઈ પરમાર (રહે. બરવાળા)એ ભાવેશ કેશવભાઈ પરમાર, જગદીશ કેશવભાઈ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા બરવાળા પોલીસે ફરર આરોપીઓ વિરૂધ્ધ આઈપીસી ૩૦ર, ૧૪ અને જીપીએકટ ૧૩પ મુજબ ગુનો નોંધી આગળની તપાસ વી.એમ. કામળીયા (પો.સ.ઈ. બરવાળા) પો.સ્ટે. ચલાવી રહ્યા છે. 
ઉલ્લેખનીય વિગ્ત અનુસાર આ બનાવમાં મૃત્યુ પામનાર તેમજ તેના પિતરાઈ ભાઈઓ વચ્ચે અવાર-નવાર ઝગડાઓ થતા અને મૃતક દ્વારા પરિવારજનોને હેરાન-પરેશાન કરવામાં આવતા હોય તેમજ માર-મારી ઝઘડો કરતો હતો તેમજ મૃતકને વહેમ હતો કે તેના ઉપર તાંત્રિક વિધિ કરાવવામાં આવી હોય તેમજ ઘણા જોવડાવવામાં આવ્યા હોવાનું કારણ દર્શાવી મૃતક અવાર-નવાર આરોપીઓ સાથે ઝઘડો કરતો હતો. અને આજે પણ ઝઘડો થયેલ હતો. જેમાં આરોપી ભાવેશ પરમાર તેમજ જગદીશ પરમાર  દ્વારા તિક્ષ્ણ હથિયારો માથાના ભાગે મારવામાં આવ્યા હોવાથીભ ખીભુાઈ પરમારનું કરૂણ મોન નિપજયું હતું. મતૃકના લગ્ન દસ વર્ષે પહેલા  થયેલા હતાં. પરંતુ પતિ પત્નીના ઝગડા કારણે બન્ને છુટાછેડા પણ થઈ ગયેલા હોવાનું જાણવા મળેલ છે. 

Previous article ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ડો.આંબેડકર જન્મ જયંતિની ઉજવણી
Next articleસિવિલમાં વીજ વપરાશમાં વધારો મહિને ૩૦૦ કિલો વોટનો વધારો