સોમનાથ મહાદેવ મંદિરમાં દર મહિને સોશિયલ મિડિયા પર ૬.૫૦ કરોડ મુલાકાતીઓ દર્શન કરે છે

331

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૩
વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જયોતિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર વિશ્વના ૪૭થી પણ વધુ દેશોમાં સોશ્યલ મીડિયા દ્વારા દર્શન કરાય છે અને દર મહિને સોશ્યલ મીડિયા પર ૬.૫૦ કરોડ મુલાકાતીઓ સોમનાથ દાદાના દર્શન કરી રહ્યા છે. વિક્રમજનક શિવભકતોના પ્રતિસાદ અંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઈ લહેરી કહે છે સોશ્યલ મીડિયા ઉપર દર મહિને ૬.૫૦ કરોડ મુલાકાતીઓ સાથે આ વિક્રમસંખ્યાને ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળે તે માટે કાર્યવાહી શરૂ થઈ ચુકી છે. એટલું જ નહીં તેઓના જણાવ્યા અનુસાર તા.૦૨ જૂલાઈએ તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ટ્રસ્ટી અમિત શાહને રૂબરૂ દિલ્હી ખાતે મળી વિનંતિ કરી છે કે સમુદ્ર દર્શન માર્ગ અને નવીનીકરણ થયેલ માતોશ્રી અહલ્યાદેવી મંદિર અને મંદિર શિલ્પ સ્થાપત્યના આગવી રીતે રજું કરતા સંગ્રાહલય-મ્યુઝિયમ લોકાપર્ણ કરવા તેઓ સમય ફાળવે જેમાં તેઓ રૂબરૂ શકય નહીં બને તો વર્ચ્યુઅલ લોકાપર્ણ કરવા માટેની તારીખ જણાવશે તેમ અંતમાં જણાવ્યું હતું.

Previous articleવોડા-આઇડિયાને ઝટકો, સુપ્રીમ કોર્ટે AGR માં સુધારણાની અરજી ફગાવી
Next articleઆખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના દર્દીને બ્લેક ફંગસનો ચેપ લાગ્યો