સિવિલમાં વીજ વપરાશમાં વધારો મહિને ૩૦૦ કિલો વોટનો વધારો

675
gandhi1642018-2.jpg

રાજ્યમાં ઉનાળો બરોબર તપી રહ્યો છે ત્યારે નાગરિકો બેબાકળા બનતા જાય છે. સરકારી કચેરીઓ અને હોસ્પિટલમાં પણ ઉનાળાની અસર જોવા મળી રહી છે. ગાંધીનગર સિવિલમાં સામાન્ય દિવસોમાં ૭૦૦ કીલો વોટ વપરાતી વીજળી ગરમીના દિવસોમાં ૧૬૦૦ કીલો વોટે પહોંચી છે. જેમાં એસી, કુલર અને પંખા ફરતા હોવાથી આંકડો વધવા પામ્યો છે. તો ક્યાંક બિન જરૂરી વીજ વપરાશ થતો હોવાના કારણે વીજ વધારો થઇ રહ્યો છે. ત્યારે વીજ વપરાશ વધતા મહિને ૫ લાખનુ ભારણ વધવા પામ્યુ છે. 
ગાંધીનગર સિવિલમાં ગરમી વધવાના કારણે વીજ પુષ્કળ પ્રમાણમાં વીજ વધારો થવા પામ્યો છે. સામાન્ય દિવસોમાં વીજ વપરાશ ૬૦૦થી ૭૦૦ કીલો વોટ હોય છે. જે શિયાળો અને ચોમાસામાં આંક જોવા મળે છે. તેની સામે ગરમીની ઋુતુમાં આંકડો ડબલ ફીગરે પહોંચી જાય છે. સિવિલમાં હાલમાં ગરમીના કારણે કચેરીમાં એસી, કુલર અને પંખા વધારે પ્રમાણમા઼ ઉપયોગમાં લેવાઇ રહ્યા છે.

Previous article બરવાળામાં યુવાનની કરપીણ હત્યા : આરોપીઓ ફરાર
Next articleપોપ્યુલેશન બેઝૂડ સ્ક્રીનીંગ માટે એન.સી.ડી. સોફટવેર લોન્ચ કરાયું