પતિ યુઝવેન્દ્ર ચહલના બર્થ ડે પર પત્ની ધનશ્રી વર્માએ ખાસ અંદાજમાં વિશ કર્યું

273

(જી.એન.એસ)કોલંબો,તા.૨૩
ભારતીય ક્રિકેટ ટીમના સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલનો આજે ૩૧મો બર્થ ડે છે. આ મોકા પર ચહલની પત્ની ધનશ્રી વર્માએ પોતાના પતિને ખાસ અંદાજમાં વિશ કર્યું હતું. ચેસથી કેરિયરની શરૂઆત કરનાર ચહલ આ સમયે ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકામાં છે. યુટ્યુબર ધનશ્રી વર્માએ સોશિયલ મીડિયા પર ચહલને મોટા દિલવાળો કહ્યો હતો. ધનશ્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચહલની સાથેનો એક ફોટો શેર કરી લખ્યું છે કે, જ્યારે તુ દયાળુ, મદદગાર, વિનમ્ર, નિઃસ્વાર્થ થવું અને એ ગુણોને સાથે લઈ જવાની વાત કરે છે તો તે મિસ્ટર યુઝવેન્દ્ર ચહલ છે. તારામાં આટલી હેસિયતને લઈને કોઈ ઘમંડ નથી. આ સ્તર પર આટલો મોટો મુકાસ હાંસલ કરવું સરળ નથી. તું લોકો અને દેશ માટે જે કરે છે, તે અપરાજય છે. તારું દિલ બહું મોટું છે. મેં તારી પાસેથી ઘણી વસ્તુઓ શીખી છે. મને હંમેશા તારા પર ગર્વ છે. હેપ્પી બર્થ ડે. આ પોસ્ટ પર થેન્ક્‌્યુ લખીને ચહલે રિએક્ટ કર્યું હતું. વર્ષ ૧૯૯૦માં હરિયાણાના જિંદમાં જન્મેલા ચહલે પોતાના કેરિયરની શરૂઆત ચેસથી કરી હતી. પણ સ્પોન્સર ન મળવાને કારણે તેણે ચેસ છોડવાનો નિર્ણય કર્યો હતો. અને પછી ક્રિકેટનો હાથ પકડી લીધો હતો. જે બાદ ચહલે પાછળ ફરીને જોયું નથી. ચહલ આજે એક સફળ સ્પિન બોલર છે. ચહલ ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ૫૦ વિકેટ લેનાર ભારતીય છે. ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ચહલની બેસ્ટ બોલિંગ ૨૫ રન પર ૬ વિકેટ છે. ચહલ ટી૨૦માં ૫ વિકેટ લેનાર અને ૬ વિકેટ હોલ પોતાના નામે કરનાર પહેલો લેગ સ્પિનર છે. શિખર ધવનની કેપ્ટનીમાં ટીમ ઈન્ડિયા આ સમયે શ્રીલંકા પ્રવાસ પર છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે ૩ વન ડે અને ૩ મેચોની ટી૨૦ સીરિઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા શરૂઆતની ૨ વન ડે જીતીને સીરિઝ પર કબ્જો જમાવી ચૂકી છે. શરૂઆતની બે વન ડેમાં ચહલે કમાલની બોલિંગ કરી હતી. ચહલે ૨ મેચોમાં સૌથી વધારે ૫ વિકેટ લીધી છે.

Previous articleસાઉથ સુપરસ્ટાર પ્રભાસ બન્યો મોસ્ટ હેન્ડસમ એશિયન મેન
Next articleપેગાસસ જાસુસી કાંડ મામલે ગુજરાત કોંગ્રેસે રાજભવન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું