પેગાસસ જાસુસી કાંડ મામલે ગુજરાત કોંગ્રેસે રાજભવન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું

549

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૩
ભાજપ સરકાર દ્વારા પેગાસસ માલવેર મારફતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ દેશના અન્ય મહાનુભાવોની ગેરકાયદેસર, ગેરબંધારણીય રીતે સેલફોન હેકિંગ બાબતે નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ મારફતે તપાસ કરાવવાની માંગણી સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, વિરોધપક્ષ નેતા તેમજ ધારાસભ્યો સહિત સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ રેલી યોજી રાજભવન ખાતે હલ્લાં બોલ કરી રાજ્પાલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા કોંગ્રેસના અનેક ધારાસભ્યો તેમજ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી નાખે તેવા ઈઝરાઈલના એનએસઓ કંપનીના પેગાસસ સોફ્ટવેર/માલવેર દ્વારા ફોન હેકિંગથી ભારતમાં વિરોધ પક્ષના નેતાઓ, શાસક પક્ષના અમુક નેતાઓ, ટોચના પત્રકારો, માનવ અધિકાર માટે લડતા કર્મશીલો, સુપ્રીમ કોર્ટના જજો તથા તેના સ્ટાફ, ચુંટણી પંચના કમિશ્નર સહિતના અંદાજે ૩૦૦ જેટલા ફોન હેક કરવાની ઘટનાને ભારતની જનતાના સ્વતંત્ર જીવન જીવવાના અધિકાર ઉપર તરાપ મારનાર અને શાસન ટકાવી રાખવા માટે બંધારણ અને રાજનીતિક પ્રક્રિયા સાથે ચેડા કરવા સમાન છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૦ની રાજ્યસભાની ચુંટણીઓ વખતે તથા વર્તમાન સમયમાં કોંગ્રેસ પક્ષના અને ભાજપના ટોચના નેતાઓના ફોન હેકિંગ દ્વારા જાસુસી થઈ રહી હોવાનો આક્ષેની શંકા સાથે કોંગ્રેસનાં ધારાસભ્યો અને નેતાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો અને રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું છે કે પેગાસસ સોફ્ટવેર/માલવેર દ્વારા ફોન ટેપીંગની ઘટના અંગે ફ્રાંસમાં પત્રકારો અને રાજકારણીઓના ફોન હેકિંગ કરવાની ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ભારતમાં આ પેગાસસ માલવેર દ્વારા અંદાજે ૩૦૦ જેટલા મહાનુભાવોના ફોન હેક કરીને જાસુસ કરાઈ હોવાની ઘટનાનો સ્વીકાર કરવાની ભાજપની સરકાર ઈન્કાર કરી રહી છે. પેગાસસ દ્વારા કર્ણાટક અને મધ્યપ્રદેશની ચુંટાયેલ સરકારને ઉથલાવવામાં કોંગ્રેસના આગેવાનોના ફોન હેક કરીને જાસુસી કરાઈ હોવાની પ્રબળ શંકા છે.

Previous articleપતિ યુઝવેન્દ્ર ચહલના બર્થ ડે પર પત્ની ધનશ્રી વર્માએ ખાસ અંદાજમાં વિશ કર્યું
Next articleબેન્કિંગ સેક્ટરમાં ખરીદી નીકળતા દિવસના અંતે સેન્સેક્સ ૧૩૮ અંક વધ્યો