બેન્કિંગ સેક્ટરમાં ખરીદી નીકળતા દિવસના અંતે સેન્સેક્સ ૧૩૮ અંક વધ્યો

664

(જી.એન.એસ.)મુંબઇ,તા.૨૩
પ્રારંભિક કામકાજ દરમિયાન ભારે વધઘટ વચ્ચે શરૂઆત કર્યાં બાદ ભારતીય શેરબજાર મજબૂત સુધારા સાથે બંધ રહેવામાં સફળ રહ્યું છે. સ્થાનિક ફંડો તરફથી વ્યાપક પ્રમાણમાં ખરીરદારી નિકળતા બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૩૮.૫૯ પોઇન્ટ એટલે કે ૦.૨૬ ટકા વધ્યો હતો. જ્યારે નિફ્ટી પણ ૩૨ પોઇન્ટ એટલે કે ૦.૨૦ ટકાના નજીવા સુધારા સાથે ૧૫,૮૫૬.૦૫ પર બંધ રહેવામાં સફળ રહી હતી. આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, કોટક બેન્ક, એસબીઆઇ સહિતના કેટલાક પસંદગીના શેરોમાં વ્યાપક પ્રમાણમાં ખરીદી જોવા મળી હતી.
બેન્ક, આઈટી, એફએમસીજી સેક્ટરના શેરોમાં વ્યાપક પ્રમાણમાં ખરીદી નિકળતા બજાર સુધારા સાથે બંધ રહેવામાં સફળ રહ્યું હતું. જોકે માર્કેટ સેન્ટીમેન્ટ એકંદરે મંદીમય રહ્યું હતું. બીએસઇ ખાતે કુલ ૩,૩૬૯ સ્ક્રીપમાં કામકાજ થયું હતું, જોકે આ પૈકી ૧,૫૭૯ સ્ક્રીપમાં તેજી જ્યારે ૧,૬૬૭ સ્ક્રીપમાં મંદી જોવા મળતી હતી. જોકે ૧૨૩ સ્ક્રીપના ભાવ યથાવત રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ મામુલી ઘટાડા સાથે બંધ રહ્યા હતા. વૈશ્વિક બજારોમાંથી એકંદરે મિશ્ર સંકેત મળ્યા હતા. એશિયામાં સાઉથ કોરિયાનો કોસ્પિ અને ઓસ્ટ્રેલિયાનો એએસએક્સ૨૦૦ અનુક્રમે ૦.૧૩ ટકા અને ૦.૧૧ ટકા વધ્યા હતા. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ૧.૪૫ ટકા ગગડ્યો હતો. સેન્સેક્સ પેકમાં ૩૦ પૈકી ૧૭ કંપનીના શેરોમાં તેજી જ્યારે ૧૩ કંપનીના શેરોમાં મંદીમય માહોલ જોવા મળ્યો હતો. સૌથી વધારે સુધારો નોંધાવનાર શેરોમાં ૈંઝ્રૈંઝ્રૈં બેન્ક રૂપિયા ૨૦.૮૫ અથવા ૩.૧૮ ટકા વધી રૂપિયા ૬૭૬.૬૫, ૈં્‌ઝ્ર રૂપિયા ૫.૩૦ અથવા ૨.૫૬ ટકા વધી ૨૧૨.૩૫, જીમ્ૈં રૂપિયા ૭.૧૫ અથવા ૧.૬૯ ટકા વધી રૂપિયા ૪૨૯.૧૫, એક્સિસ બેન્ક રૂપિયા ૮.૭૫ અથવા ૧.૧૭ ટકા વધી રૂપિયા ૭૫૫.૨૫ રહ્યા હતા.

Previous articleપેગાસસ જાસુસી કાંડ મામલે ગુજરાત કોંગ્રેસે રાજભવન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું
Next articleઆઈસર-બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં સિહોર પો. સ્ટે.ના જવાનનુ મોત નિપજ્યું