ચિત્રકારો પોતાની ચિત્ર કૃતિઓ રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી

201

જ્ઞાન અને ભક્તિ ના મહાપર્વ ગુરૂપૂર્ણિમાંની આજરોજ શહેર-જિલ્લામાં ધર્મ-ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી જોકે બે વર્ષોથી ચાલતી કોરોનાની મહામારીને પગલે ઉત્સવોની ઉજવણીમાં નોંધપાત્ર ફેરફારો થયા છે ત્યારે ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂઓને ભાવનગરના ચિત્રકારો પોતાની ચિત્ર કૃતિઓ રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.આ ગુરુવંદના કાર્યક્રમમાં ભાવનગર કલાનગરીમાં કલાની સ્થાપના કરનાર સર્વ ગુરુ રવિશંકર મ.રાવળ, સોમાલાલ શાહ, ચિત્રકાર ખોડીદાસભાઇ પરમાર તથા અન્ય તમામ મોટા ગજાના કલાકારઓની ગુરુ પરંપરાને વિશિષ્ટ રીતે સમાવીને તમામ ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રદર્શનમાં ગુરુ વિરાસત-પરંપરામાં આજ સુધીના તમામ કલાકાર સમાવિષ્ટ થાય તે રીતે ૯૦ થી વધુ ચિત્રકારોના ચિત્રો ગુરુ માળાના મણકાની જેમ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, ભાવનગર કલાનગરીની કલારસિક જનતાને આ પ્રદર્શનનો લાભ તા.૨૪ અને ૨૫ જુલાઇ ૨૦૨૧ બે દિવસ માણી શકશે સાથે ભાવનગરના કલાકારોનો દેહવિલય થયો છે, તેના પરિવારના સભ્યોને કલાસંઘ આદરાંજલિ અર્પણ કરવામાં આવી હતી,આપ સૌને બે દિવસ દરમિયાન બહોળા પ્રમાણમાં આ પ્રદર્શન લાભ લેવા કલાસંઘ આવકારે છે.

Previous articleગુરુ પૂર્ણિમા નિમિતે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પૂજ્ય બાપાની મઢુલીઓમાં ભાવિભક્તોએ દર્શન કર્યા
Next articleગુરુ પૂર્ણિમા પાવન દિવસ નિમિત્તે ગુરુ આશ્રમ બગદાણા ખાતે ભાવિકો ઉમટ્યા