ભાવનગરમાં મોંઘવારી મુદ્દાઓને લઇનેAAP એ વિરોધ પ્રદર્શિત કરતા પોલીસે અટકાયત કરી

334

પેટ્રોલ-ડીઝલ,ગેસમાં સતત વધતા ભાવના વિરોધમાં ધરણાં અને રેલી યોજી વિરોધ નોંધાવ્યો
ભાવનગર શહેર આમ આદમી પક્ષના કાર્યકરોએ કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રુડનો ભાવ ઓછો હોવા છતા જે બેફામ ભાવ વધારો કરવા માં આવે છે અને તમામ કોમોડિટી લના આસમાને અડતા ભાવ વધારાના વિરોધ માં સંતકંવારામ ચોકથી રેલી સ્વરુપે કાળાનાળા ચોક માં ધરણા યોજી મોદી સરકાર વિરુધ્ધમાં આંદોલન કરવામાં આવ્યું હતું. કાળાનાળા ચોકમાં ધરણા દરમ્યાન ૫૦ જેટલા કાર્યકર્તાની પોલિસ દ્રારા અટક કરવામાં આવી હતી.રેલીની પરમિશનના હોવાના કારણે એ ડિવિઝન પોલીસે કાળાનાળા ચોક પાસેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામા આવી હતી, જે બાદમાં રેલીમાં જોડાયેલા તમામ કાર્યકર્તાઓને એ ડિવિઝન પોલીસ મથકમાં લઇ ગયા હતા. આમ આદમી પાર્ટી દ્વારા વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે સરકાર સામે વિરોધ દર્શાવતા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આપના કાર્યકર્તાઓ પોતાના હાથમાં વિરોધ દર્શાવતા બેનરો લઈને રેલીમાં જોડાયા હતા જેમાં ભાજપના ફાયદા અંબાણીને ફાયદા જેવા ઉલ્લેખ કરેલા બોર્ડ લઇને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વધી રહેલા પેટ્રોલ,ડીઝલ ના ભાવના વિરોધ માં રેલી યોજી હતી. આ કાર્યક્રમ દરમ્યાન શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કમલેશભાઇ સોલંકી, દશુભા ગોહિલ, વિપુલ પટેલ, સંજય મોરી, મહિલા પ્રમુખ જાગ્રુતીબહેન દિહોરો તેમજ સોનલબેન પટેલ, કોમલ કોટડિયા તેમજ જ્યોતિબહેન સહિતના આપના કાર્યકરો જોડાયા હતા.

Previous articleગુરુ પૂર્ણિમા પાવન દિવસ નિમિત્તે ગુરુ આશ્રમ બગદાણા ખાતે ભાવિકો ઉમટ્યા
Next articleસિહોર તાલુકાના વડાવડ ગામની પરણીતમહિલાનું સર્પદંશથી મોત