આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે એક સાથે બે કાર્યક્રમ યોજાયા

549

આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરાળા ક્લાસવન અધિકારી ઇન્ચાર્જ ટીડીઓ વિકાસ રાતડાનો પ્રોબેશનલ પિરિયડ પૂરો થતા તેમની પ્રાંત અધિકારી જેસર તરીકે નિમણુંક થતાં તેમનો વિદાયમાન સમારોહ યોજવામાં આવ્યો હતો તદુપરાંત ઉમરાળા ગામને સ્વચ્છ બનાવવાના ઉદેશ સાથે ગ્રામ પંચાયત,આધ્યાત્મિક સાધના કેન્દ્ર તેમજ ઉમરાળા ગ્રામજનોના સહયોગથી ટ્રેક્ટરની સહાયથી ડોર ટુ ડોર ઘન કચરો દરેક ઘરેથી એકત્રિત કરી યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવામાં આવશે તેની ઉદ્દઘાટન વિધિનુ આયોજન પણ સુપેરે સંપન્ન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં ટીડીઓ વિકાસ રાતડા,તાલુકા હેલ્થ ઓફિસર ડો. મનસ્વીની માલવીયા, પીએસઆઇ આર.વી.ભીમાણી, તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાખાણી, જગદીશભાઈ ભીંગરાડીયા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ સુજાનસિંહ ગોહિલ, જીતુભા વાળા, જસુભા વાળા, હાજીભાઈ મહેતર, સતારભાઈ મિસ્ત્રી, કિશોરબાપુ હેજમ,તાલુકા હેલ્થ સુપરવાઈઝર રાજુભાઇ ઉપાધ્યાય,પત્રકાર નિલેશભાઈ ઢીલા,દિલીપભાઈ નાણાવટી, મહેન્દ્રભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ સાથે યાસીન બ્રધર્સ પરિવારના જબ્બારભાઈ દ્વારા કોરોના વોરિયર્સને મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

Previous articleવીર સાવરકર પ્રા.શાળામાં ઔષધ બાગના નિર્માણ માટે વૃક્ષારોપણ
Next articleભારતની મીરાબાઈ ચાનુએ વેઈટ લિફ્ટીંગમાં સિલ્વર મેડલ જીત્યો