કોરોનાના કેસમાં વધારો, ૨૪ કલાકમાં ૩૯,૦૯૭ કેસ, વધુ ૫૪૬ દર્દીના મોત

144

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૪
દેશમાં કોરોનાના કેસોમાં ફરી એક વખત વધારો નોંધાયો છે. વિતેલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૩૯,૦૯૭ કેસ નોંધાયા છે જેને પગલે કુલ કેસોની સંખ્યા વધીને ૩,૧૩,૩૨,૧૫૯ થઈ છે. એક દિવસમાં કોરોનાથી વધુ ૫૪૬ દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક વધીન ૪,૨૦,૦૧૬ થયો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ ૪,૦૮,૯૭૭ થયા છે જે કુલ કેસ લોડના ૧.૩૪ ટકા છે. દેશમાં રિકવરી રેટ ૯૭.૩૫ ટકા થયો છે. દેશમાં શુક્રવારે ૧૬,૩૧,૨૬૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ ૪૫,૪૫,૭૦,૮૧૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ હાથ ધરાયું હોવાનું મંત્રાલયે જણાવ્યું છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૪૦ ટકા રહ્યો છે તેમજ સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૨.૨૨ ટકા નોંધાયો છે. કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓના આંક વધીને ૩,૦૫,૦૩,૧૬૬ થયો છે. દેશમાં મૃત્યુદર ૧.૩૪ ટકા રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાની રસા ૪૨.૭૮ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ૫ રાજ્યોમાં હજુ પણ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનેલી છે. કેરળમાં ૨૪ કલાકની અંદર ૧૭૫૧૮ કેસ સામે આવ્યા. તો મહારાષ્ટ્રમાં કુલ ૬૭૫૩ કોવિડ કેસ નોંધાયા છે. તમિલનાડુમાં કોવિડ-૧૯ના ૧૮૩૦ કેસ સામે આવ્યા છે. તો આંધ્રપ્રદેશમાં ૧૭૪૭ લોકો કોવિડ સંક્રમિત થયા છે. ૭૬.૧૩ ટકા કેસ આ ૫ રાજ્યોમાં સામે આવી રહ્યા છે. કેરળમાં સૌથી વધુ ૪૪.૮૧ ટકા કેસ છે. તો ૫૪૬ કોરોના સંક્રમિત દર્દીઓના મોત છેલ્લાં ૨૪ કલાકમાં થયા છે. કોવિડ સંક્રમણના લીધે સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૧૬૭ દર્દીઓના મોત થયા છે. તો કેરળમાં કુલ ૧૩૨ દર્દીઓના ૨૪ કલાકમાં મોત થયા છે.

Previous articleમહારાષ્ટ્રમાં બે દિવસમાં ૧૩૬ જણનાં મોત, ૪૮ કલાક મહત્ત્વના
Next articleસપ્ટેમ્બરથી ૧૮ વર્ષથી નાની વયનાઓને વેક્સિન અપાશે