મહાપાલિકા દ્વારા મિલકતવેરાની રકમ આગોતરી ભરપાઇ કરનારા કરદાતાઓને ૧૦ ટકા વળતરની યોજના મુકવામાં આવી છે. તેમાં ચાલુ વર્ષની એડવાન્સ ટેક્સની આવક ૧૦ કરોડ પર પહોંચાડવા માટે તંત્રને કામે લગાડી દેવા?યું છે. મ્યુનિસિપલ કમિશનર અમરાણીએ જણાવ્યું કે ૧૫મી સુધીમાં દરેક ઘરે વેરાના બિલ પહોંચી જાય તે પ્રકારે આયોજન થયુું છે અને વળતરની યોજના ૩૧મી મે સુધી ચાલુ રહેવાની છે. આમ છતાં કરદાતાઓને બિલ મળે તેની રાહ જોવાની જરૂર નથી.
જુનું બિલ લઇને આવનારા કરદાતાઓને પણ સિવિક સેન્ટર પર નવા વર્ષના વેરાની ક્ષેત્રફળ આધારિત ગણતરી કરી આપવામાં આવે છે. કરવેરાની આગોતરી વસૂલાત રૂપિયા ૧૦ કરોડ પર પહોંચી જાય તો બાકીના રૂપિયા ૧૫ કરોડની કરવેરાની આવક વર્ષ દરમિયાન ઉઘરાણી કરીને, નોટિસ આપીને કે કાયદેસરની કાર્યવાહી કરીને વસૂલી શકાય તેવું ગણિત રાખવામાં આવ્યું છે.
મહાપાલિકા દ્વારા એક તરફ વેરાના બિલ પહોંચાડવામાં આવી રહ્યાં છે. બીજી તરફ તમામ પ્રકારના કરવેરા સંબંધિત રજેરજની માહિતી સાથેની પત્રિકાઓનું વિતરણ ઘરેથી કચરો કત્ર કરતી કચરા ગાડીઓ મારફત કરાવવામાં આવી રહ્યું છે. તેમાં ૩૧મી મે બાદ વેરો નહીં ભરનારા કરદાતાઓ પાસેથી ૧૮ ટકા વ્યાજ બિલની રકમ ઉપરાંત વસૂલવામાં આવશે, તેમ સ્પષ્ટ સુચના લખવામાં આવી છે.
વર્ષ ૨૦૧૧ સુધી ૧ રૂપિયો પણ કોઇ પ્રકારના વેરા તરીકે ન ચૂકવનાર નગરવાસીઓ પાસેથી મહાપાલિકા દ્વારા ૬ પ્રકારના વેરા વસૂલાય છે. તેમાં મિલકતવેરો, શિક્ષણ ઉપકર, સફાઇ વેરો, વ્યવસાયવેરો, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ચાર્જ અને વાહનવેરાનો સામવેશ થાય છે.
સંપૂર્ણ નવા વેરા સોલીડ વેસ્ટ ચાર્જ અને વાહનવેરો લાગુ કરાયા છે. ૧૫૦ મીટરથી મોટા બાંધકામ પર મિલકતવેરાના દર વધારાયા છે. જ્યારે મોબાઇલ ફોનના ટાવરના કરની આવક શરૂ થવાથી મહાપાલિકાની આવકમાં આ વર્ષથી ૨ કરોડનો વધારો થવાનો છે.એડવાન્સ ટેક્સ ભરવા બિલની રાહ જોવાની નથી, કોઇ કારણે બિલ ના મળે તો કરદાતાને મહાપાલિકાની વેબસાઇટ ુુુ.ખ્તટ્ઠહઙ્ઘરૈહટ્ઠખ્તટ્ઠદ્બિેહૈષ્ઠૈટ્ઠઙ્મ.ર્ષ્ઠદ્બ પરથી તેની મિલકતના કરના બિલની માહિતી મળશે અને બિલની પ્રિન્ટ પણ મેળવી શકે છે.