મેરી કોમે મિગુલિના હર્નાન્ડેઝ ગાર્સિયાને ૪-૧થી હરાવી શાનદાર જીતથી શરૂઆત કરી

269

(જી.એન.એસ)ટોક્યો,તા.૨૫
ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતની સ્ટાર બોક્સર મેરી કોમ પર રાષ્ટ્રની નજર છે. ૩૨ ના મહિલા ફ્લાઇટવેટ (૪૮-૫૧ કિગ્રા) રાઉન્ડમાં, મેરી કોમે ડોમિનિકન ગણરાજ્યની મિગુલિના હર્નાન્ડેઝ ગાર્સિયા સામે ટકરાઈ. જેમાં મેરી કોમે મિગુલિના હર્નાન્ડેઝ ગાર્સિયાને ૪-૧થી હરાવી હતી. આ જીત સાથે મેરી કોમે ૧૬ ના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ભારતની મેરી કોમે ડોમિનિકન ગણરાજ્ય મિગુલિના હર્નાન્ડેઝ ગાર્સિયા સામેની તેની પ્રથમ મેચમાં મેરી કોમને પહેલી જ રાઉન્ડથી એક્શનમાં જોઈ હતી. આવતાની સાથે જ તેણે માર મારવાનું શરૂ કરી દીધું. જેનો મિગુલિના સામનો કરી શકી નહીં.પ્રથમ રાઉન્ડમાં તેઓ ૩-૨થી જીત્યા હતી. મેરી કોમે બીજા રાઉન્ડમાં ૩-૨થી જીત નોંધાવી હતી. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત મેડલ જીતવાની વધુ એક ઉમ્મીદ નિરાશામાં ફેરવાઈ છે. આ આશા ટેનિસની મહિલા ડબલ્સ સ્પર્ધામાં આ વખતે તૂટી ગઈ છે, જ્યાં ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાને પહેલા રાઉન્ડમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સાનિયા અને અંકિતાની જોડી પહેલા રાઉન્ડમાં યુક્રેનની મહિલા જોડીથી હારી ગઈ છે. સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાએ મેચની જોરદાર શરૂઆત કરી હતી. બંનેએ પહેલો સેટ ૬-૦થી જીત્યો હતો. પરંતુ તે પછીના બીજા બે સેટ હારી ગયા. પ્રથમ સેટ જીતનાર સાનિયા અને અંકિતા બીજા અને ત્રીજા સેટમાં ૬-૭ (૦) ૮-૧૦થી હારી ગઈ. આ સાથે, તે મહિલા ડબલ્સની પ્રથમ રાઉન્ડની મેચ ૬-૦ ૬-૭ (૦) ૮-૧૦થી હારી ગઈ.

Previous articleતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બબીતાજીએ છોડી દીધો?
Next articleરાજ્યમાં બારે મેઘ ખાંગાઃ વેરાવળમાં ૨.૫ ઇંચ વરસાદ ખાબક્યો