નવા સચિવાલયમાં ર્પાકિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છતાં સમસ્યાઓ ઉકેલાઈ નથી. જેના વાહન સૌથી વધુ સંખ્યામાં છે તેવા વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓના દ્વિચક્રી વાહનોના ર્પાકિંગની કોઇ સારી વ્યવસ્થા કરવામાં આવતી નથી. માત્ર ઉચ્ચ અધિકારીઓ કે, જેઓની ગાડી પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યું હોય છે તેના માટે જ ભોંયરામાં અને શેડના છાયડાંમાં ર્પાકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે હજ્જારો કર્મચારીઓના ટુ-વ્હીલર્સ તડકે સેકાતા રહેતા હોવાથી તથા તેની સલામતી નહીં હોવાથી રોષ જાગ્યો છે.
ભોંયરામાં ર્પાકિંગ બંધ કરવાની સાથે બ્લોકથી ઘણે દુર વાહન પાર્ક કરાવવામાં આવે છે
સચિવાલયમાં વર્ષો સુધી વાહન ર્પાકિંગની કોઇ સમસ્યા ન હતી. પરંતુ દાયકા પહેલા સુરક્ષાના કારણોસર વાહન ર્પાકિંગ સચિવાલયના બ્લોકસથી ૧૦૦ મીટર દૂર ખસેડી દેવાનો કાયદો અમલી બનાવાયો છે. તમામ બ્લોકના ભોંયતળીયે વાહન ર્પાકિંગ માટે ભોયરા બનાવવામાં આવ્યા છે તેમાં સાયકલ, મોટર સાયકલ, સ્કુટર અને ગાડીઓ પાર્ક થતાં હતાં. પરંતુ માત્ર ટુ-વ્હીલર્સ માટે આ સુવિધા ઝુટવી લેવામાં આવી છે. તેની સામે આ વાહનોના ર્પાકિંગ માટે શેડ કે, તેના જેવી કોઇ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. વધારામાં ભોંયરામાં ર્પાકિંગ બંધ કરવાની સાથે બ્લોકથી ઘણે દુર વાહન પાર્ક કરાવવામાં આવે છે.
ઉચ્ચ અધિકારીઓ જેની ગાડીઓ પર ગવર્મેન્ટ ઓફ ગુજરાતની તકતી મારેલી હોય તે ભોંયરામાં પાર્ક કરવા દેવાય છે. જ્યારે વર્ગ-૨ના રાજ્ય પત્રીત અધિકારીઓ તથા વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓના દ્વિચક્રી વાહનો અણમાનીતા કરી દેવાયા છે. ઘણી વખત દ્વિચક્રી વાહન પર લાલ રંગે પી લેખેલો હોય છે. તેવા વાહનો ભોંયરામાં જવા દેવાય છે. ગૃહ વિભાગે આ બાબતની ગંભીર નોંધ લેવી જોઇએ તેવી કર્મચારીઓની માંગણી છે. ઉનાળાના હવેના ધોમધખતા તાપમાં વાહનો રહેવાના કારણે ટયુબ ફાટી જવા, પંચર પડવા અને પેટ્રોલ ઉડી જવાના બનાવો બનતા હોવાથી કર્મચારીઓએ વ્યાપક નુકશાની અને અગવડતા ભોગવવી પડે છે.
ચોમાસાના દિવસોમાં પણ સતત પાણી પડવાથી વાહનો ખરાબ થઇ જાય છે. શરૂઆતમાં કર્મચારીઓ વૃક્ષોની નીચે વાહનો રાખતા હતા પરંતુ હવે વૃક્ષો પણ રહેવા દેવામાં આવ્યા નથી. ત્યારે દ્વિચક્રી વાહનોના શેડ સહિ?તના ર્પાકિંગ અનિવાર્ય બની ગયા છે.