રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી, કંપનીના ૪ કર્મચારી પોલીસના સાક્ષી બન્યા

232

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૫
મુંબઈ પોલીસે પોર્ન અને અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ રાજ કુંદ્રાની ૧૯ જુલાઈના રોજ ધરપકડ કરી હતી. હવે રાજ કુંદ્રા આ મામલામાં ખરાબ રીતે ફસાઈ ગયો હોવાનું લાગે છે. આ દરમિયાન હવે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, રાજ કુંદ્રાની કંપનીના ૪ કર્મચારીઓ આ કેસમાં પોલીસ સાક્ષી બનવા તૈયાર થયા છે. જો આમ થાય તો રાજ કુંદ્રા સામેનો પોલીસ કેસ વધુ મજબૂત બનશે. રાજ કુંદ્રાની ૧૯ જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવ્યા બાદ ૨૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આ પછી ૨૩ જુલાઇએ ટ્રાયલ કોર્ટે પોલીસ કસ્ટડીમાં ૨૭ જુલાઇ સુધીનો વધારો કર્યો હતો. સમાચાર એજન્સી છદ્ગૈં અનુસાર, કેટલાક પોલીસ સૂત્રોએ કન્ફર્મ કર્યું છે કે, રાજ કુંદ્રાની કંપની વિઆન ઈન્ડસ્ટ્રીઝના ૪ કર્મચારીઓએ પોર્નોગ્રાફી રેકેટ મામલે પોલીસ વતી કુંદ્રા સામે જુબાની આપવાનું મન બનાવ્યું છે. દરમિયાન મુંબઇ પોલીસે પોર્નોગ્રાફી કેસમાં પૂછપરછ માટે અભિનેત્રી ગહના વશિષ્ઠ સહિત ત્રણ લોકોને સમન્સ મોકલ્યું છે. જણાવી દઈએ કે, અશ્લીલ મૂવીઝ બનાવવાના આરોપમાં ગહના વશિષ્ઠની પહેલેથી જ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, હવે તે જામીન પર બહાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ બાદ ક્રાઇમ બ્રાંચ રાજ કુંદ્રા વિરુદ્ધ અન્ય કેટલીક કલમો હેઠળ કેસ નોંધી શકે છે. હાલ રાજ કુંદ્રા તેની સામેના આક્ષેપોને સતત નકારી રહ્યો છે. રાજ કુંદ્રાના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરતી વખતે કહ્યું છે કે, તેમના ક્લાયંટ પરના આરોપો પાયાવિહોણા છે અને તેમની ધરપકડ ગેરકાયદેસર છે. બોમ્બે હાઈકોર્ટ ૨૬ જુલાઈ સોમવારના રોજ રાજ કુંદ્રાની જામીન અરજી પર સુનાવણી કરશે.

Previous articleભારે વરસાદ અને વિજળી પડવાથી મધ્ય પ્રદેશ-કર્ણાટકમાં ૧૪ લોકોના મોત
Next articleપોર્નોગ્રાફી કેસઃ ગેહના વશિષ્ઠ સહિત ત્રણ લોકોને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું