જાફરાબાદના અરબી સમુદ્ર વચ્ચે શિયાળબેટ ચારેય બાજુ ખારા પાણીનો સમુદ્રમાં હીરાભાઈ સોલંકીએ અન્યોની જેમ વાતોની બણગા ફૂંકી જનતાને છેતરવાનું કામ કરે છે ત્યારે ગુજરાત રેકોર્ડ ફર્સ્ટ વિકાસના કામો મુંગા મોઢે હારમાળા સર્જી છે. જેમાં આઝાદી પછી સૌપ્રથમ શિયાળબેટની ૧૦ હજારની વસ્તી ધરાવતા બેટમાં ચારેય બાજુ ખારા સમુદ્રથી ઘેરાયેલું ગામ શિયાળબેટમાં વિકાસના કામો બાબતે સરપંચ હમીરભાઈ જણાવ્યા અનુસાર શિયાળબેટ ગામ ફરતે ખારા સમુદ્રથી ઘેરાયેલું છે. આઝાદી કાળથી આજ સુધી એટલે મારા સરપંચ કાળ સુધી ગામને કોઈ સુવિધા ન હતી. જ્યારથી હું સરપંચ તરીકે ચૂંટાયાથી તે વખતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને અમારા ગામની પરિસ્થિતિ વાકેફ કરતા તાબડતોબ હીરાભાઈએ ગાંધીનગર બેઠા તમામ શિયાળબેટ બાબતે ધારાસભા ગુંજાવી અને તાબડતોબ પ્રથમ ઈલેક્ટ્રીક લાઈટ રૂા.૧૪ કરોડના ખર્ચે દરિયામાં કેબલ નાખી અને લાઈટનું લોકાર્પણ પણ તે વખતના મુખ્યમંત્રી આનંદીબેન ખુદ શિયાળબેટ ટાપુમાં પધારીને લોકાર્પણ કરી ૭૦ વર્ષે શિયાળબેટ ગામ ઝળહળતું કર્યુ. એટલું જ નહીં ૮ કરોડના ખર્ચે ખારા સમુદ્રમાં નર્મદાના પીવાના પાણીની લાઈન પણ લાઈટની જેમ પાણીમાં અંડરગ્રાઉન્ડ નાખવાનું હાલ શરૂ જ છે ઉપરાંત ૩ કરોડ ૯ર લાખના ખર્ચે હાઈસ્કુલ લોકાર્પણ રૂા.ર૬ લાખ દવાખાનું રૂા.પ૦ લાખના ગામમાં રોડ રૂા.૧ લાખ ર૦ હજારનું દરિયા કાંઠે જેટી ઉપર બસ સ્ટેશન રૂા.૩ લાખ ૪૭ હજારના રોડ, શમશાન બાઉન્ડ્રી રૂા.૩ લાખ ૪૭ હજારનો આઉટડોર શેડ ૧ લાખ ર૦ હજાર ખર્ચે દરિયા કાંઠે એસટી બસ સ્ટેશન જેટી ઉપર રૂા.૩ લાખના ખર્ચે શમશાન બાઉન્ડ્રી માછીમાર ઉદ્યોગના વિકાસ માટે દરેક મોટી બોટો માટે તાલપત્રી તેમજ આઈસ બોક્સ મોટુ-નાની બોટો માટે પણ માપસાઈઝ પ્રમાણે તાડપત્રી અને આઈસ બોક્સ નાનુ તેમજ ઘરે ઘરે ૬ર૦ ઘરોમાં પીવાના ઠંડા પાણી બેગો ઉપરાંત ૮૦ ટકા ઘરે ઘરે શૌચાલયો સહિત વિકાસની અધધ વણઝાર સરપંચ હમીરભાઈ, ઉપસરપંચ રૂપસંગભાઈ હાલની ગ્રામ પંચાયતની નવી ગ્રામ પંચાયત બોડીમાં પણ ગામ લોકો અમોને ખોબલે ખોબલે મતો આપીને ગામનો વિકાસ બાકી હોય તે પૂર્ણ કરવા મારા ધર્મપત્નીને ત્રીજી ટર્મમાં સરપંચ તરીકે અને ઉપસરપંચ ફરી ફરી ને રૂપસંગભાઈને બેસાડી ગામ લોકો ગામના વિકાસ સહભાગી બન્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજના તળે હાલમાં પ મકાનો પણ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાવ્યા. આવો અદ્દભૂત ગામના વિકાસમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હતા અને હાલ માજી ધારાસભ્ય હોવા છતાં મુંગા મોઢે કોઈને કોઈ બહાને રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારના કામો બાબતે ગાંધીનગર સુધી તત્પર રહે છે.