અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન રાષ્ટ્રીય સંસ્થાની ગુજરાત પ્રાંતના સૌરાષ્ટ્ર બારોટ સમાજની અગત્યની બેઠક ચોટીલા પાસે આપા ગીગાના ઓટલા ખાતે સંત શિરોમણી શાંતિદાસબાપુની અધ્યક્ષતામાં દેવેન્દ્રભાઈ તથા કપીલભાઈના માર્ગદર્શનમાં મળી. જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં સદસ્યતા અભિયાન ગામડાથી મહાનગરો સુધી શરૂ કરાયું.
ચોટીલા પાસે આપાગીગાના ઓટલે અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન રાષ્ટ્રીય સંસ્થાના સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ગામડાથી લઈ મહાનગરો સુધી એકપણ ઘર બાકી રહે તે માટે દરેક જિલ્લામાં સદસ્યતા અભિયાન શરૂ કરાયું. જેમાં મિટીંગના અધ્યક્ષ બારોટ સમાજના સંત શિરોમણી શાંતિદાસબાપુની તેમજ દેવેન્દ્રભાઈ અને કપીલભાઈના માર્ગદર્શન હેઠળ શરૂ કરાઈ. જેમાં ગુજરાત યુવા પ્રકોષ્ઠના પ્રમુખ હિતેશભાઈ બારોટ ગુજરાત રાજ્યના ખજાનચી સતીષભાઈ બારોટ, કનકભાઈ પારકરા-રાજકોટ, ગુલાબદાન બારોટ-રાજકોટ, અમરૂભાઈ બારોટ, રાજુલા ચંદબરદાઈ એજ્યુકેશન મેડીકલ ગુજરાત રાજ્ય પ્રમુખ સંદેવભાઈ સોઢા, વિજયભાઈ બારોટ, નંદલાલભાઈ નાથાભાઈ બારોટ, હિતેશભાઈ નરેશભાઈ સહિત સૌરાષ્ટ્રના સક્રિય કાર્યકર્તાઓને ધર્મજાગરણ સંસ્થાના દેવેન્દ્રભાઈ તથા કપીલભાઈના માર્ગદર્શનથી સૌ કાર્યકર્તાઓને દરેક જિલ્લા-તાલુકામાં પ્રથમ સદસ્યતા અભિયાન તાબડતોબ પુરૂ કરવા ભાર મુકાયો કારણ જેમ રાજસ્થાન બારોટ સમાજ જેમ બારોટ સમાજના જ વિકાસાર્થે નિગમ લઈ આવ્યા અને કરોડો રૂપિયાની જમીન બારોટ સમાજે મેળવી લીધી તે બાબતે રાજસ્થાનમાં પણ ગુજરાતના વખાણ કરેલ અને ગુજરાતમાં નિગમ લાવવું હોય તો રાજ્ય સરકારને બારોટ સમાજની સંખ્યા બતાવવી અનિવાર્ય છે માટે સમસ્ત બારોટ સમાજના હિતાર્થે ધર્મજાગરણ સંસ્થા કામ કરી રહી છે અને દરેક જિલ્લા-તાલુકામાં સંગઠીત માળખાકિય તાલુકા-જિલ્લાની જવાબદારી યોગ્ય વ્યક્તિને સોંપવા નિર્ણય લેવાયા.