(જી.એન.એસ.)મુંબઇ,તા.૨૫
પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુએદ યુસુફે દાવો કર્યો છે કે તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત સાથે અનેક ગુપ્ત બેઠક કરી હતી. તેઓએ એમ પણ કહ્યું કે ભારત-પાકિસ્તાનના સંબંધોમાં હજી આશા રાખી શકાય તેવુ છે. જો કે ભારત અનુકૂળ વાતાવરણ બનાવવા માટે તૈયાર હોય તો જ આ શક્ય બનશે. પાકિસ્તાની એનએસએ દાવો કર્યો હતો કે આ ગુપ્ત બેઠકો દ્વારા જ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો અમલ કરવામાં આવ્યો હતો. એ મીડિયા રીપોર્ટ અનુસાર પાકિસ્તાની એનએસએ કહ્યું કે જ્યારે ફેબ્રુઆરીમાં ૨૦૦૩ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયુ હતુ. ત્યારબાદથી બંને દેશોના સંબંધો સુધરશે એ વાતને લઇને આશા સેવાઇ રહી છે. યુસુફે દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુપ્તચર બેઠકો ૨૦૦૩ યુદ્ધવિરામ ફેબ્રુઆરીમાં ફરીથી લાગુ કરવાને લઇને થઇ હતી. આ મુલાકાતમાં તેમણે કહ્યું નહીં કે આ બેઠકો દુબઇમાં થઈ છે કે બીજે ક્યાંય? તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે એકથી વધુ બેઠક થઈ શકે છે. આ બેઠકની સ્થિતિ ફીજીકલ તેમજ વર્ચુઅલ હોઈ શકે છે. તેઓ ભારતીય પક્ષ તરફથી બેઠકમાં કોણે ભાગ લીધો હતો તે કહેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે પાકિસ્તાન તરફથી શું કહ્યું તે પણ જણાવ્યું ન હતું.
મોઇદ યુસુફે ઇનકાર કર્યો કે તે ભારતીય એનએસએ અજિત ડોભાલને મળ્યો હતો. જ્યારે ડોભાલને પૂછવામાં આવ્યું કે આર્મી ચીફ જનરલ કમર બાજવાને મળ્યા હતા, પણ તેણે બે વાર જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે જો ભારત પ્રામાણિક છે તો પાકિસ્તાન આગળ વધવા માટે તૈયાર છે. જ્યારે પૂછવામાં આવ્યું કે યુએઈ અને સાઉદી અરેબિયા જેવા તૃતીય પક્ષોએ યુદ્ધ વિરામમાં શું ભૂમિકા ભજવી હતી? આ યુસુફ પર દાવો કર્યો હતો કે મને લાગે છે કે ભારત પર દબાણ લાવવામાં આવ્યું હતું.